Video: અહીં જુઓ કેવી રીતે બને છે પ્લાસ્ટિકની ખાંડ
પ્લાસ્ટિક ભાત અને પ્લાસ્ટિક ઇંડા પછી હવે પ્લાસ્ટિક ખાંડ પણ બજારમાં આવતી થઇ છે. જુઓ તેનો એક વીડિયો.
પ્લાસ્ટિક ભાત અને પ્લાસ્ટિક ઇંડા પછી હવે પ્લાસ્ટિક ખાંડ પણ બજારમાં આવતી થઇ છે. જેના કારણે લોકોને તે અસમંજસ થઇ રહી છે કે ખાવું તો ખાવું શું? કર્ણાટક અને બેંગ્લોર પ્લાસ્ટિક ખાંડની અફવાઓએ હાલ જોર પકડ્યું છે. ત્યારે શું તમને ખબર છે કે કેવી રીતે પ્લાસ્ટિક ખાંડ બને છે?આ વાતનો ખુલાસો કર્ણાટકના ગડર શહેરમાં થયો છે. અહીં ગડરમાં રહેતા એક પરિવારે જ્યારે ચા બનાવવા માટે દૂધમાં ખાંડ નાંખી તો તેમને અજીબ ગંધ આવી.

અને પછી મહિલા જોયું તો વાસણમાં પ્લાસ્ટિક જેવું કંઇક બળી રહ્યું હતું. અને થોડીક વાર પછી વાસણ પણ કાળુ પડી ગયું. ખાંડમાં પણ પ્લાસ્ટિકના કણ હોય તેવું લાગતા પરિવારે આસપાસના લોકોને આ વાત કરી અને આ વાત ત્યાર પછી આગને જેમ ફેલાઇ ગઇ. ઉલ્લેખનીય છે કે હાલ ભારતના તમામ રાજ્યોમાંથી આવા જ અખાદ્ય પદાર્થોની વાતો સામે આવી રહી છે. પ્લાસ્ટિકનું ખોરાકમાં ભેળવવું કેટલું ખતરનાક હોઇ શકે છે તેની તો કલ્પના પણ કરવી મુશ્કેલ છે. ત્યારે જુઓ કેવી રીતે બને છે આ પ્લાસ્ટિક ખાંડ....












Click it and Unblock the Notifications
