Video: દબંગ વ્યક્તિએ મહિલાંને ચપ્પલથી મારી, લોકો તમાશો જોતા રહ્યા
ઉત્તરપ્રદેશના હાપુડમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક મહિલાની બધાની વચ્ચે ચપ્પલથી પીટાઈ કરવામાં આવી રહી છે.
ઉત્તરપ્રદેશના હાપુડમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક મહિલાની બધાની વચ્ચે ચપ્પલથી પીટાઈ કરવામાં આવી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક દબંગ વ્યક્તિ મહિલાને બધાની વચ્ચે ચપ્પલથી મારી રહ્યો છે અને બાકીના લોકો ઉભા ઉભા તમાશો જોઈ રહ્યા છે.

આ વીડિયો ચોકી ધોલાના વિસ્તારના દેહરાનો જણાવવામાં આવી રહ્યો છે. દબંગ વ્યક્તિ એક નાની વાત પર ગુસ્સે થઇ ગયો અને મહિલાને ચપ્પલથી મારવા લાગ્યો. તમે વીડિયોમાં પણ જોઈ શકો છો કે દબંગ વ્યક્તિ 21 સેકંડના વીડિયોમાં સતત મહિલાને એક પછી એક ચપ્પલથી માર મારી રહ્યો છે અને આસપાસ ઉભેલા લોકો તમાશો જોઈ રહ્યા છે. ભીડમાંથી કોઈએ પણ મહિલાને બચાવવાની કોશિશ નહીં કરી અને દબંગ વ્યક્તિ મહિલાને ખબર રીતે મારતો રહ્યો.
મળતી જાણકારી અનુસાર આ મામલો શાકભાજીના છોતરા બહાર નાખવાનો જણાવવામાં આવી રહ્યો છે, જેને કારણે દબંગે મહિલાની પીટાઈ કરી નાખી. આ ઘટનાનો કોઈએ વીડિયો બનાવી લીધો અને હવે આ વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. પોલીસને જયારે આ મામલે સૂચના મળી, ત્યારે પોલીસ પણ તેની તપાસમાં લાગી ગઈ.
આ પણ જુઓ: વીડિયો: યુપીમાં પત્રકારની જાનવરની જેમ પીટાઈ, મોઢામાં પેશાબ કર્યો












Click it and Unblock the Notifications
