For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંસદમાં ઊંઘતા ઝડપાયા રાહુલ ગાંધી, જુઓ વીડિયો

|
Google Oneindia Gujarati News

rahul gandhi
નવી દિલ્હી, 10 જુલાઇ: સત્તાધારી પાર્ટી ભાજપ અને પૂર્વ સત્તાધારી પાર્ટી કોંગ્રેસની વચ્ચે બુધવારે આ વાત પર ચર્ચા થઇ ગઇ કે લોકસભામાં મોંઘવારી પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઊંઘી રહ્યા હતા કે નહીં.

ભાજપનો આરોપ છે કે રાહુલ ગાંધી સંસદમાં ઊંઘી રહ્યા હતા, જ્યારે કોંગ્રેસ પાર્ટી તેને નકારી રહી છે. ગૃહની તસવીરોમાં એવું લાગે છે કે રાહુલ ગાંધી કાંતો ધ્યાનથી સાંભળી રહ્યા છે અથવા તો તેમને ઊંઘ આવી ગઇ છે.

ભાજપા પ્રવક્તા શાહનવાજ હુસૈને ટ્વિટ કરીને જણાવ્યું છે કે કોંગ્રેસ છેલ્લા દસ વર્ષોથી ઊંઘી જ રહી હતી, જેમ પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સંસદમાં મોંઘવારી પર ચર્ચા દરમિયાન ઊંઘી રહ્યા હતા.

કોંગ્રેસ પાર્ટીએ આની પર તુરંત સફાઇ આપતા જણાવ્યું છે કે આ ખોટું તથ્ય છે. લોકસભાની ટીવીના પ્રસારણમાં બપોરે 12.33 મિનિટ પર રાહુલ ગાંધી એક તરફ ઢળતા દેખાઇ રહ્યા છે. રાહુલ ગાંધીની આંખો લગભગ 30 સેકેંડ સુધી બંદ રહી. ત્યાર બાદ તેમણે સાંસદના નિવેદન પર બેંચ થપથપાઇ. ઉલ્લેખનીય છે કે કેમેરા એ સમયે તેમની ઉપર જ હતો કારણ કે તેમની આગળ બેસેલા સીપીઆઇએમના નેતા પી કરૂણાકરણ સંસદમાં બોલી રહ્યા હતા.

જેવી રાહુલ ગાંધીની તસવીર સોશિયલ મીડિયા પર છવાઇ તેવી જ કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ જણાવ્યું કે સંસદમાં ઘણા સાંસદો ચર્ચા દરમિયાન પોતાની આંખો બંદ કરી લે છે. ઘણી વાર તો ધ્યાનમગ્ન થઇને ચર્ચાને સાંભળે છે. આ મામલામાં એ જ છે. શુક્લાએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇનું નામ લઇને જણાવ્યું, તેઓ હંમેશા સંસદમાં ચર્ચા દરમિયાન આંખો બંદ રાખતા હતા.

જુઓ વીડિયો અને આપ જ નક્કી કરો કે રાહુલ ગાંધી ઊંઘતા હતા કે નહીં..?

<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/-tXoa-r6g9s" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
In a major embarrassment to the Congress, party's Vice President Rahul Gandhi was on Wednesday caught sleeping live on the camera in the Lok Sabha during the debate on price rise.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X