For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ભૂતનો ડર દૂર કરવા વિધાયકે સ્મશાનમાં રાત વિતાવી

આંધ્રપ્રદેશના એક વિધાયકે પોતાની આખી રાત અને બીજા દિવસની સવાર સ્મશાનમાં વિતાવી. ભૂતનો ડર દૂર કરવા માટે તેઓ સ્મશાનમાં જ રોકાઈ ગયા.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

આંધ્રપ્રદેશના એક વિધાયકે પોતાની આખી રાત અને બીજા દિવસની સવાર સ્મશાનમાં વિતાવી. ભૂતનો ડર દૂર કરવા માટે તેઓ સ્મશાનમાં જ રોકાઈ ગયા. અહીં તેઓ રાત્રે જમ્યા અને ત્યારપછી ચાદર ઓઢીને ત્યાં જ સુઈ ગયા. બીજા દિવસે સવારે તેમને ત્યાં જ ચા પીધી, નહાઈને તૈયાર થયા અને કામ પર નીકળી ગયા. આંધ્રપ્રદેશના પાલકોલ વિધાનસભા સીટથી પીડીપી વિધાયક નિમલલા રામાનાયડું ઘ્વારા લોકોના મનમાંથી ભૂતનો ડર દૂર કરવા માટે આવું પગલું ભરવામાં આવ્યું.

વિધાયક સ્મશાનમાં રોકાયા

વિધાયક સ્મશાનમાં રોકાયા

પીડીપી વિધાયક નિમલલા રામાનાયડું ઘ્વારા શુક્રવારે સ્મશાનમાં રોકાયા. તેમને સ્મશાનમાં રાત રોકાવવાની સાથે સાથે જ્યાં ભોજન પણ લીધું યારપછી ચાદર ઓઢીને ત્યાં જ સુઈ ગયા. બીજા દિવસે સવારે તેમને ત્યાં જ ચા પીધી, નહાઈને તૈયાર થયા અને કામ પર નીકળી ગયા. આવું કરવા પાછળ તેમનો સારો ઈરાદો હતો જેમાં તેમને સફળતા પણ મળી.

ભૂતનો ડર દૂર કરવા આવું પગલું ભર્યું

ભૂતનો ડર દૂર કરવા આવું પગલું ભર્યું

વિધાયકે લોકોના મનમાંથી ભૂતનો ડર દૂર કરવા માટે આવું પગલું ભર્યું. ખરેખર ભૂતપ્રેતના ડરને કારણે અહીં કોઈ પણ ઠેકેદાર અને મજૂરો કામ કરવા માટે તૈયાર ના હતા જેને કારણે સ્મશાનમાં નિર્માણકાર્ય લાંબા સમયથી અટકી પડ્યું હતું. સરકારે પાલકોલ શહેરના સ્મશાનઘાટ માટે ફંડ જાહેર કર્યું હતું. પરંતુ દરેક વખતે ટેન્ડર કેન્સલ થઇ જતું હતું કારણકે અહીં કોઈ કામ કરવા નથી માંગતું. મજૂરો ત્યાં કામ કરવાથી ગભરાય છે.

વિધાયકનો આઈડિયા કામ કરી ગયો

વિધાયકનો આઈડિયા કામ કરી ગયો

પીડીપી વિધાયક નિમલલા રામાનાયડું ઘ્વારા જણાવવામાં આવ્યું કે સ્મશાન ઘાટમાં કોઈ પણ ઠેકેદાર અને મજૂરો કામ કરવા માટે તૈયાર ના હતા. તેમને ભૂતો નો ડર લાગતો હતો. પરંતુ અહીં એક રાત વિતાવ્યા પછી લોકોના મનમાંથી ભૂતોનો ડર દૂર થયો. વિધાયક ઘ્વારા લેવામાં આવેલા આ પગલાં પછી સવારે મજૂરો પાછા કામ પર આવી ગયા અને કન્સ્ટ્રક્શન કામ શરૂ થઇ ગયું.

English summary
Video: TDP MLA Sleeps crematorium drive away fear of spirits among workers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X