For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

VIDEO: વ્હીલચેર પર બેસી આવ્યો વરરાજા, દુલ્હને લીધો હતો આ નિર્ણય

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં, એક લગ્ન ચર્ચાનો વિષય બનેલો છે. આમાં વરરાજાએ લગ્નની તમામ વિધિઓ વ્હીલચેર પર બેસીને કરી હતી.

|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં, એક લગ્ન ચર્ચાનો વિષય બનેલો છે. વરરાજાએ લગ્નની તમામ વિધિઓ વ્હીલચેર પર બેસીને કરી હતી તથા વરમાળા અને ફેરા પણ વ્હીલચેર પર બેસીને લેવામાં આવ્યાં હતાં.

વાસ્તવમાં, રાજગઢ જીલ્લાના જુના બ્યાવરામાં રહેતા દિલીપ સક્સેના (38) લગ્નના 7 દિવસ પહેલા અકસ્માતનો શિકાર થયા. 5 જૂને ખીલચીપુરથી લગ્નના કાર્ડ આપીને પરત આવી રહેલો દિલીપ બાઈકનું ટાયર ફાટવાના કારણે ઘાયલ થઇ ગયો હતો. તેના હાથ અને પગ ફેક્ચર થઇ ગયા.

આ પણ જુઓ: VIDEO: ટૉયલેટના પાણીથી બનાવી ઈડલીની ચટણી, વાયરલ થયો વીડિયો

વરરાજાનું ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન

વરરાજાનું ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન

12 જૂને લગ્ન પહેલા, દિલીપનું ભોપાલના ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન થયું. તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને, પરિવારો જનોએ લગ્નની તારીખ આગળ વધારવાનો નિર્ણય કર્યો. આના પર, વિદિશાની દુલ્હન દીપ્તિ દિલીપને મળવા માટે હોસ્પિટલ પહોંચી. તેઓએ કેટલાક સમય સુધી એકબીજા સાથે ચર્ચા કરી અને 12 જૂનના રોજ જ લગ્ન કરવાનું નક્કી કર્યું. દીપ્તિના આ નિર્ણયની આખા સમાજ અને કુટુંબીઓ અને સગાસંબંધીઓમાં પ્રશંસા થઇ રહી છે.

દુલ્હનના નિર્ણયની બધા કરી રહ્યા છે પ્રશંસા

દુલ્હનના નિર્ણયની બધા કરી રહ્યા છે પ્રશંસા

વરરાજાના માતાપિતા એ વાતથી પરેશાન હતા કે કદાચ સંબંધ બગડી ન જાય અને કોઈ સમસ્યા ન થાય. ડરેલા અને દુઃખી માતાપિતા હૉસ્પિટલમાં જ હતા, જ્યાં દીપ્તિએ ચિંતા વિના નિર્ધારિત તારીખે જ લગ્ન કરવા વિશે વાત કરી હતી. મંગળવારે, હિન્દુ ધાર્મિક વિધિઓઓ સાથે ફેરા લીધા. સોમવારે, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવારાજસિંહ ચૌહાણ પણ ભોપાલમાં ભરતી દિલીપને મળવા ભપહોંચ્યા અને દિપ્તીની હિંમતની પ્રશંસા કરી.

સંબંધો દિલથી નિભાવાય છે- દુલ્હન

સંબંધો દિલથી નિભાવાય છે- દુલ્હન

દુલ્હન દિપ્તીએ કહ્યું કે સંબંધો દિલથી નિભાવાય છે. આ આત્માનો સીધો સંબંધ છે. તે કોઈના ચહેરા અથવા શરીરથી કોઈ ફર્ક નથી પડતો. હું સ્વેચ્છાએ આ નિર્ણય લીધો છે. કોઈની સાથે લગ્ન કર્યા પછી કોઈ પણ પ્રકારની ઘટના થાય છે, શું તેના સાથે સંબંધો તોડી નખાય, એવું નથી. હું બધાને એટલું જ કહેવા માંગુ છું કે સંબંધને મહત્વ આપો, જીવનમાં ઉત્તર-ચઢાવ તો આવતા જ રહેશે.

હું નસીબદાર છું કે મને આવી પત્ની મળી રહી છે- વરરાજા

હું નસીબદાર છું કે મને આવી પત્ની મળી રહી છે- વરરાજા

મારી પત્નીએ ખરેખર મોટો નિર્ણય લીધો છે અને મારું દિલ જીતી લીધું છે. આનાથી એ સાબિત થયું છે કે સમાજમાં હજુ પણ ભારતીય સંસ્કૃતિ અને આપણા સંસ્કાર જીવંત છે.

English summary
VIDEO: The groom came on a wheelchair, bride took this decision
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X