For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: શ્રીનગરના લાલ ચોક પર ફરકાવ્યો તિરંગો, આઝાદીના અમૃત મહોત્સવ પર લાગ્યા 'વંદે માતરમ'ના નારા

શ્રીનગરના લાલ ચોકમાં ત્રિરંગો લહેરાવતા એક જૂથે 'વંદે માતરમ'ના નારા લગાવ્યા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે. ચારે તરફ ઉત્સવનો માહોલ છે. જમ્મુ-કાશ્મીરમાં દરેક ઘરે ત્રિરંગો લહેરાતો જોવા મળી રહ્યો છે. શ્રીનગરના લાલ ચોકમાં ત્રિરંગો લહેરાવતા એક જૂથે 'વંદે માતરમ'ના નારા લગાવ્યા. તમને જણાવી દઈએ કે 'હર ઘર તિરંગા અભિયાન' અંતર્ગત દાલ લેકમાં ત્રિરંગા બોટ રેલી કાઢવામાં આવી હતી. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા પોતે ત્રિરંગો લહેરાવતા જોવા મળ્યા હતા.

sreenagar

શ્રીનગરના લાલ ચોક પર લહેરાઈ રહ્યો છે તિરંગો

આઝાદીના અમૃત પર ઘાટી તિરંગાના રંગોમાં રંગાઈ ગઈ છે. શ્રીનગરથી કુલગામ, અનંતનાગથી સોપોર અને દાલ સરોવરનુ પ્રાંગણ તિરંગાના રંગોમાં રંગાઈ ગયુ છે. શ્રીનગરના લાલ ચોકમાં ઝુમ સાથે ત્રિરંગો લહેરાયો છે. દેશભક્તિમાં તરબોળ લોકો વંદે માતરમ અને ભારત માતા કી જયના ​​નારા લગાવી રહ્યા છે.

આઝાદીના અમૃત મહોત્સવ પર ખીણ તિરંગાના રંગોમાં રંગાઈ છે. શ્રીનગરથી કુલગામ, અનંતનાગથી સોપોર અને દાલ સરોવરનું પ્રાંગણ તિરંગાના રંગોમાં રંગાઈ ગયું છે. શ્રીનગરના લાલ ચોકમાં ત્રિરંગો લહેરાઈ રહ્યો છે. દેશભક્તિમાં તરબોળ લોકો વંદે માતરમ અને ભારત માતા કી જયના ​​નારા લગાવી રહ્યા છે.

પીએમ મોદીએ પાંચ પ્રણનો આપ્યો સંદેશ

દેશ આજે 76મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે વિવિધ સ્થળોએ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે અને ત્રિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્લીમાં લાલ કિલ્લાની પ્રાચીર પરથી ત્રિરંગો લહેરાવ્યો હતો અને 76માં સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી હતી. દેશના 76માં સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન મોદીએ પોતાના ઐતિહાસિક ભાષણમાં આવનારા દિવસો માટે 'પાંચ પ્રણ'નો સંકલ્પ લીધો છે.

પીએમ મોદીએ કહ્યુ કે આજે આપણે દેશને આગળ વધારવા માટે પાંચ વ્રત લેવાની જરૂર છે. પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી ભારતના વિકાસની 25 વર્ષની બ્લૂ પ્રિન્ટ દેશવાસીઓ સમક્ષ મૂકી અને કહ્યુ કે આ બ્લુ પ્રિન્ટ ત્યારે જ સફળ થશે જ્યારે આપણે આ પાંચ વ્રત લઈશુ. પીએમ મોદીએ કહ્યુ, "આવતા 25 વર્ષ સુધી આપણે આપણી શક્તિ, સંકલ્પ અને ક્ષમતાને 'પાંચ પ્રણ' પર કેન્દ્રિત કરવી પડશે."

English summary
Video: Vande Mataram Chanted waving the Tricolour at Srinagar Lal Chowk
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X