વિજ્ઞાન જાથા ધીરેન્દ્ર શાસ્ત્રીના પાખંડનો વિરોધ કરશે, ધરણા કરી વિરોધ નોંધાવશે

પાખંડ કરીને લોકોને ઠગનારા કહેવાતા ધર્મ ગુરૂ ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવનાર છે ત્યારે હવે તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. વિજ્ઞાન જાથાએ ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરવાની જાહેરાત કરી છે.

ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં દિવ્ય દરબાર યોજવા જઈ રહ્યા છે. અહીં 30 અને 1 જૂનના રોજ વિજ્ઞાન જાથાએ વિરોધ કરવાની જાહેરાત કરી છે. વિજ્ઞાન જાથા દ્વારા કહેવામાં આવ્યુ છે કે તેમના દ્વારા ધરણા યોજીને વિરોધ કરવામાં આવશે.

dhirendra

ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના મામલે વિજ્ઞાન જાથા દ્વારા તારીખ 30 મેં અને 1 જૂને વિરોધ કરવામાં આવશે. 30 મેંના રોજ વિજ્ઞાન જાથા દ્વારા રેલી કાઢવામાં આવશે. 1 જૂનના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રીના વિરોધમાં ધરણાં કરવામાં આવશે.

વિજ્ઞાન જાથાએ કહ્યું છે કે બાબાનો અંધશ્રદ્ધાનો દિવ્ય દરબાર છે. આ સિવાય સરકારી મશીનરીનો ખોટો ઉપયોગ થતો હોવાનો પણ આક્ષેપ છે. મધ્યપ્રદેશના છત્તરપુરના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી તારીખ 1 અને 2 જૂનના રોજ રાજકોટમાં પોતાનો દિવ્ય દરબાર યોજનાર છે. ત્યારે આ કાર્યક્રમની જાહેરાત સમયે ઘણા લોકોએ તેનો વિરોધ કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X