For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિજય માલ્યાએ તિરુપતિ મંદિરમાં ત્રણ કિલો સોનું ચઢાવ્યું

|
Google Oneindia Gujarati News

vijay-mallya
હૈદરાબાદ, 18 ડિસેમ્બરઃ યૂનાઇટેડ બ્રેવરીઝના ચેરમેન વિજય માલ્યાએ આજે પોતાના 57માં જન્મદિવસે તિરુપતિ મંદિરમાં ત્રણ કિલો સોનું ચઢાવ્યું છે. મંદિરના કાર્યકારી અધિકારી સી રમાનાએ જણાવ્યું કે માલ્યાને તેની રસીદ પણ આપવામાં આવી છે.

આ ઉપરાંત પોતાની આકર્ષક શૈલી માટે જાણિતા વિજય માલ્યાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કહ્યું છે કે મે મારા જન્મદિવસે તમારા તરફથી મળનારી શુભેચ્છાઓથી અભિભૂત થઇ ગયો છું. હાલ હું બાલાજી મંદિરમાં છું અને દુઆ કરુ છું કે બાલાજી આપણા બધા પર પોતાની કૃપા બનાવી રાખે.

વિજય માલ્યા ભારતના સર્વાધિક ધનિક લોકોમાના એક છે, જે પોતાની જીવન શૈલી માટે હંમેસા ચર્ચામાં રહે છે. તે કિંગફિશર એરલાયન્સના માલિક છે જે દેવા હેઠળની છે. એરલાયન્સ દેવા હેઠળ હોવાના કારણે તેની ઉડાનોને ઓક્ટોબર મહિનામાં રદ કરી દેવામાં આવી હતી. એરલાયન્સના કર્મચારીઓનું કહેવું છે કે તેમને ઘણા સમયથી પગાર આપવામાં આવ્યો નથી. જેના કારણે હવે તે કામ કરી શકે તેમ નથી.

વિજય માલ્યાને ફોર્બ્સની વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. જેના કારણે કિંગફિશર એરલાયન્સ દેવા હેઠળ હોવાનું મનાય રહ્યું છે. જો કે, કંપનીના વ્યવસ્થાપકોએ કર્મચારીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ મામલાનુ નિરાકરણ આવ્યું નથી અને દેવું વધારે હોવાના કારણે વિમાન ઉડાન પણ ભરી શકે તેમ નથી. વિમાનન મંત્રાલયે થોડા સમય પહેલાં કંપનીનું લાયસન્સ પણ રદ કરી દીધું છે. એક સમયે ભારતની બીજી સૌથી મોટી એરલાયન્સ કંપની ગણાતી કિંગફિશર બીજી વખત ઉડાન ભરવા માટે વલખાં મારી રહી છે.

English summary
The Chairman of United Breweries Group, Vijay Mallya, today donated 3 kg gold at the Tirupati temple, on his birthday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X