For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિજય માલ્યાને અવમાનના કેસમાં જલ્દી થઈ શકે છે સજા, SCએ કહ્યું- 4 વર્ષથી પેન્ડિંગ છે કેસ

કોર્ટના અવમાનના કેસમાં વર્ષ 2017માં દોષિત જાહેર થયેલા વિજય માલ્યાને હવે ટૂંક સમયમાં સજા થઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : કોર્ટના અવમાનના કેસમાં વર્ષ 2017માં દોષિત જાહેર થયેલા વિજય માલ્યાને હવે ટૂંક સમયમાં સજા થઈ શકે છે. આ મામલાની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે મંગળવારના રોજ (30 નવેમ્બર) કહ્યું કે, છેલ્લા ચાર વર્ષથી માત્ર સજાનો કેસ પેન્ડિંગ છે, 2017થી તેને સ્થગિત કરવામાં આવી રહ્યો છે, પરંતુ હવે અમે આ કેસને ગંભીરતાથી લઈશું.

વિજય માલ્યા

જ્યારે વિજય માલ્યા ભારત આવે, ત્યારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવે

વર્ષ 2017માં ભાગેડુ વિજય માલ્યા કોર્ટના અવમાનના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. આવા સમયે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, માલ્યાની સજા પર નિર્ણય પ્રત્યાર્પણ બાદ લેવામાં આવશે. આ સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે, જ્યારે વિજય માલ્યા ભારત આવે, ત્યારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવે. ત્યારથી કેસ આ રીતે અટકી ગયો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટ હવે આ કેસમાં ફરી ધ્યાન આપી રહી છે.

છેલ્લા ચાર વર્ષથી માત્ર સજાનો કેસ પેન્ડિંગ છે

સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી કરતા કહ્યું હતું કે, વિજય માલ્યા પર છે કે તે કોર્ટમાં વ્યક્તિગત રૂપે હાજર રહે છે કે તેમના વકીલ દ્વારા કોર્ટમાં દલીલો રજૂ કરે છે પરંતુ, આ બાબતને પ્રકાશમાં જોવાની જરૂર છે. કારણ કે, તે 2017 થી સ્થગિત કરવામાં આવી છે, જ્યારે તે અવમાનનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. છેલ્લા ચાર વર્ષથી માત્ર સજાનો કેસ પેન્ડિંગ છે.

નોંધનીય છે કે, કિંગફિશર એરલાઈન્સના માલિક વિજય માલ્યા બેંકોની લોનના કારણે ડિફોલ્ટર બની ગયા હતા. ત્યારથી તે ભારતમાં નથી. વર્ષ 2017માં અવમાનના કેસની સુનાવણી દરમિયાન વિજય માલ્યા સુપ્રીમ કોર્ટના આદેશ છતાં કોર્ટમાં હાજર થયા ન હતા.

સુપ્રીમ કોર્ટે એ નક્કી કરવાનું છે કે, વિજય માલ્યાને અવમાનના કેસમાં શું સજા આપવી જોઈએ

આ જ સુનાવણી દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલય વતી કોઈ વકીલ કોર્ટમાં હાજર થયો ન હતો. 9 મે, 2017ના રોજ સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને અવમાનનો દોષી ઠેરવ્યો હતો. વિજય માલ્યાએ કોર્ટને સંપત્તિની સંપૂર્ણ વિગતો આપી ન હતી. કોર્ટે વિજય માલ્યાને 10 જુલાઈ, 2017ના રોજ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો, પરંતુ માલ્યા હાજર થયા ન હતા. હવે સુપ્રીમ કોર્ટે એ નક્કી કરવાનું છે કે, વિજય માલ્યાને અવમાનના કેસમાં શું સજા આપવી જોઈએ.

English summary
Vijay Mallya may be sentenced soon in contempt case, SC says case pending for 4 years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X