બોક્સર વિજેન્દરને મળી રાહત, ડોપ ટેસ્ટ નેગેટિવ

નોંધનીય છે કે પંજાબ પોલીસે મોહાલીના જિરકબૂર વિસ્તારથી એનઆરઆઇ અનૂપસિંહ કાહલોના ઘરમાં રેડ પાડીને 26 કિલો હેરોઇન જપ્ત કરી હતી. હેરોઇનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 130 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી.
આ પહેલાના ઘટનાક્રમમાં પંજાબ પોલીસે જણાવ્યું કે ડિસેમ્બર 2012થી લઇને ફેબ્રુઆરી 2013 સુધી વિજેન્દરે 12 અને તેમના સહયોગી રામસિંહે 5 વાર ડ્રગ્સનું સેવન કર્યું હતું.
વિજેન્દર અંગે પોલીસે જણાવ્યું હતું કે તપાસમાં સામે આવ્યું છે કે વિજેન્દર અને રામસિંહે કેનેડામાં રહેનાર તસ્કર અનૂપસિંહ કાહલો અને રોકી પાસે ડ્રગ્સ લીધું અને ડિસેમ્બર 2012થી લઇને ફેબ્રુઆરી 2013 સુધી વિજેન્દરે 12 વખત તેમના સાથી સહયોગી રામસિંહે 5 વખત ડ્રગ્સનું સેવન કર્યું હતું.












Click it and Unblock the Notifications
