For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘આપ’માં વિવાદઃ મંત્રીમંડળમાંથી નામ કટ, બિન્ની કરશે મોટો ખુલાસો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 ડિસેમ્બરઃ એક દિવસ પહેલા એટલે કે સોમવારે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં કોંગ્રેસના સમર્થનથી સરકાર બનાવવા અને અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો, પરંતુ આજે મંત્રી બનવાને લઇને પાર્ટીમાં બગાવત શરૂ થઇ ગઇ છે. લક્ષ્મીનગરના ધારાસભ્ય વિનોદ કુમાર બિન્ની મંત્રીઓની યાદીમાંથી નામ કટ થઇ જતા નારાજ છે.

Vinod-Kumar-Binny
મળતા અહેવાલ અનુસાર તેઓ આજે એ બેઠકમાથી ઉભા થઇને જતા રહ્યાં હતા, જેમાં મંત્રીઓના નામ નક્કી કરવામાં આવ્યા હતા. આ બેઠક અરવિંદ કેજરીવાલના ઘરે મળી રહી હતી. હવે એવુ જણાવવામાં આવી રહ્યું છે કે, બેઠકમાં તેમનું નામ મંત્રીઓની યાદીમાંથી કાપી નાંખવામાં આવતા તેઓ નારાજ થયા છે અને બુધવારે તેઓ પત્રકાર પરિષદ યોજીને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા કેટલાક મોટા ખુલાસા કરશે.

તમને જણાવી દઇએ કે, આ પહેલા આપ પાર્ટીના નેતા સૌરવ ભારદ્વાજે કહ્યું હતું કે મોટાભાગના મંત્રીઓના નામ નક્કી થઇ ગયા છે, જે અનુસાર, મનીષ સિસોદિયા, સૌરવ ભારદ્વાજ, સોમનાથ ભારતી, રાખી બિરલા, ગિરીશ સોની અને સતેંદ્ર જૈનનું નામ છે. નોંધનીય છેકે, આ યાદીમાં સંભવતોમાં બિન્નીનું નામ હતું પરંતુ ફાઇનલ યાદીમાં તેમનું નામ નહીં લેવામાં આવતા તેઓ નારાજ થયા છે.

કોણ છે, બિન્ની
વિનોદ કુમાર બિન્નીએ લક્ષ્મીનગર વિધાનસભા બેઠકથી દિલ્હી સરકારના નબર ટૂ સ્વાસ્થ્ય મંત્રી એકે વાલિયાને હરાવ્યા છે. અપક્ષ તરીકે તેઓ બે વાર સાંસદ રહી ચૂક્યા છે. સૌથી ઓછી ઉમરના સાંસદનો રેકોર્ડ તેમના નામે છે. આમ આદમી પાર્ટીની ટીકીટ પર પહેલીવાર ધારાસભ્ય બન્યા.

English summary
Aam Aadmi Party member Vinod Kumar Binny on Tuesday expressed his displeasure over not being included in the new Cabinet and reportedly said he will make a startling revelation in a presser tomorrow.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X