નવવધુનો વર્જિનિટી ટેસ્ટ કરાવનારને મળશે સજા, મહારાષ્ટ્ર સરકાર બનાવશે કાયદો
હવે કોઈ મહિલાને વર્જિનિટી ટેસ્ટ (Virginity Test) માટે દબાણ કરવાથી મુશ્કેલીમાં મુકાઈ શકો છો અને આના માટે જેલ પણ થઈ શકે છે. મહારાષ્ટ્ર સરકારે કહ્યુ કે કોઈ મહિલાને વર્જિનિટી ટેસ્ટ માટે દબાણ કરવુ હવે ટૂંક સમયમાં દંડનીય ગુનાની શ્રેણીમાં આવી જશે. વાસ્તવમાં રાજ્યના અમુક સમાજોમાં પરંપરા મુજબ નવવધુ મહિલાઓને વર્જિનિટી (કૌમાર્ય) ટેસ્ટ કરાવવાનો હોય છે. ગૃહમંત્રી રંજીત પાટિલે આ મુદ્દે કંજરભાટ સમાજના અમુક યુવકો સાથે મુલાકાત કરી જેમણે વર્જિનિટી ટેસ્ટના વિરોધમાં ઑનલાઈન અભિયાન ચાલુ કર્યુ છે.

વર્જિનિટી ટેસ્ટ માનવામાં આવશે ગુનો - મહારાષ્ટ્ર સરકારના મંત્રીનું નિવેદન
મહારાષ્ટ્ર સરકારના મંત્રીએ યુવકોને આશ્વાસન આપ્યુ કે જો કોઈ મહિલા આ પ્રકારની ફરિયાદ લઈને આવશે તો રાજ્ય સરકાર પોલિસને નિર્દેશ આપવામાં આવશે તે આ મામલે યૌન શોષણનો કેસ નોંધવામાં આવે. પાટિલે કહ્યુ કે તેમનો વિભાગ યૌનશોષણ કેસોની દર બે મહિને સમીક્ષા કરશે અને એ સુનિશ્ચિત કરશે કે અદાલતોમાં આવા કેસો ઓછા લંબાવવામાં આવે. તેમણે કહ્યુ કે વિધિ તેમજ ન્યાય વિભાગ પાસેથી સૂચન લીધા બાદ એક નોટિફિકેશન જાહેર કરવામાં આવશે જેમાં આને દંડનીય ગુનો ઘોષિત કરવામાં આવશે.

સરકારે ગણાવ્યુ યૌનશોષણ
ગોઢેએ જણાવ્યુ કે વર્જિનિટી ટેસ્ટ નવવધુ મહિલાનું એક પ્રકારનું યૌન શોષણ છે. જો આ મામલે મહિલા ફરિયાદ નોંધાવવા માટે તૈયાર હશે તો આને યૌન શોષણ માનીને તપાસ એજન્સીઓને સોંપવામાં આવશે. મહિલા ક્રાઈમ બ્રાંચ કે પોલિસમાં પણ આની સામે ફરિયાદ કરી શકશે. મંત્રીએ આ મામલે અધિસૂચના જારી કરવાનું આશ્વાસન આપ્યુ છે.

મહારાષ્ટ્રમાં અમુક સમાજોમાં નવવધુ મહિલાને વર્જિનિટી ટેસ્ટ માટે કરવામાં આવે છે દબાણ
મહારાષ્ટ્ર સરકારનો આ નિર્ણય પૂણેમાં એક કંજરભાટ સમાજના યુવકો દ્વારા વૉટ્સએપ પર ચલાવાઈ રહેલા અભિયાન બાદ આવ્યો છે. વર્જિનિટી ટેસ્ટ સદીઓ જૂની પ્રથા છે જે હેઠળ નવવધુ મહિલાનો વર્જિનિટી ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ બાદ એ સમાજના પ્રતિનિધિ એ મહિલાને પવિત્ર કે અપવિત્ર ઘોષિત કરે છે.
આ પણ વાંચોઃ રૉબર્ટ વાડ્રાના સમર્થનમાં આવ્યા મમતા બેનર્જી કહ્યુ, 'આખો વિપક્ષ છે તેમની સાથે'