જયલલિતાની તેમના દીકરા સુધાકરન સાથેના સંબંધોની કહાની

Subscribe to Oneindia News

તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાનું સોમવારે રાતે નિધન થયુ. તેમના નિધન બાદ લોકો તેમની સાથે જોડાયેલી દરેક વાત જાણવા ઇચ્છે છે અને તેમની ઘણી ખાસ વાતોમાંથી એક છે તેમના દીકરા વી એન સુધાકરન. વી એન સુધાકરનને ક્યારેક જયલલિતાએ પોતાનો દીકરો ઘોષિત કર્યો હતો.

amma

1995 માં બદલાઇ રાજનીતિ

લોકો સુધાકરનને લોકો ભૂલી ગયા હતા પરંતુ સપ્ટેમ્બરમાં જ્યારે જયલલિતાને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા ત્યારે થોડા દિવસો બાદ તેમણે હોસ્પિટલમાં જવાનું મન બનાવ્યુ હતુ. સુધાકરનને જયલલિતાને જોવાની પરવાનગી મળી નહિ અને 20 વર્ષ બાદ તે ફરીથી સમાચારોમાં આવ્યા. શિવાજી ગણેશન તમિલ સિનેમામાં એટલા જ લોકપ્રિય હતા જેટલા જયલલિતાના રાજકીય ગુરુ એમજીઆર. ગણેશન ફિલ્મો ઉપરાંત રાજકીય મેદાનમાં પણ જયલલિતાના પ્રતિદ્વંદી બની ગયા હતા. વર્ષ 1995 માં સંબંધોમાં એક નવો વળાંક આવ્યો હતો જ્યારે જયલલિતાની એક નજીકની મિત્ર શશીકલા નટરાજનના ભત્રીજા સુધાકરનના લગ્ન શિવાજી ગણેશનની સૌથી નાની દીકરી સાથે કરવામાં આવ્યા.

jaya

આ સમય સુધી જયલલિતા તમિલનાડુની રાજનીતિમાં પોતાનું વર્ચસ્વ જમાવી ચૂક્યા હતા અને રાજ્યના મુખ્યમંત્રી પણ બની ચૂક્યા હતા. જયલલિતાએ અચાનક એલાન કર્યુ કે તે સુધાકરનને પોતાના દીકરા તરીકે દત્તક લેશે અને તેના લગ્ન એક મા ની જેમ કરાવશે. એલાનના સમય સુધી સુધાકરનની સગાઇ થઇ ગઇ હતી.

એક રુપિયાનો પગાર અને આઠ કરોડના લગ્ન

આજ સુધી સુધાકરનના એ લગ્ન કોઇ ભૂલી શક્યુ નથી. સુધાકરનના લગ્ન દેશના સૌથી મોંઘા લગ્નોમાં આજ સુધી યાદ કરાય છે. જયલલિતા તે વખતે પગાર તરીકે માત્ર 1 રુપિયો લેતા હતા પરંતુ લગ્નમાં કરોડો રુપિયા ખર્ચ થયા હતા. જ્યાએ પોતાના પક્ષના કાર્યકરોને પણ કહ્યુ હતુ કે તેઓ આ લગ્નને પરિવારનો કાર્યક્રમ સમજીને જ જોડાય. આ લગ્ન બાદ બધુ બદલાઇ ગયુ. લગ્ન બાદ જયલલિતા અને શશીકલાની એક તસવીર આવી અને તેમના પર ભ્રષ્ટાચારના આરોપ લાગવા લાગ્યા.

jaya

વર્ષ 1996 માં જયલલિતાએ વિધાનસભા ચૂંટણીમાં બહુ ખરાબ રીતે હારનો સામનો કર્યો અને ભ્રષ્ટાચારને કારણે તેમને જેલમાં પણ જવુ પડ્યુ. જયાની સામે કેસ ચાલ્યો અને જજે જોયુ કે લગ્નમાં લગભગ આઠ કરોડ રુપિયા ખર્ચ થયા હતા જેમાં ત્રણ કરોડ રુપિયા માત્ર જયલલિતાએ જ ખર્ચ કર્યા હતા. લગ્ન બાદ જયલલિતાના સંબંધો સુધાકરન સાથે બગડવા લાગ્યા હતા. જો કે જયાએ ક્યારેય તેના કારણોના ખુલાસા કર્યા નથી જેના કારણે સુધાકરન સાથે તેમના સંબંધોમાં ખટાશ આવી હતી.

1996 માં તોડ્યા સંબંધો

25 ઓગસ્ટ 1996 ના દિવસે જયલલિતાએ સુધાકરન સાથે સંબંધો તોડી નાખ્યા હતા. કહેવામાં આવે છે કે લગ્નના થોડા દિવસો બાદ સુધી જયા અને સુધાકરનના સંબંધો એટલા સારા હતા કે લોકો સુધાકરનને જયાના ઉત્તરાધિકારી માનવા લાગ્યા હતા. સુધાકરન જયાના નાણાકીય મામલામાં ઘણી દખલઅંદાજી કરવા લાગ્યા હતા અને આ જ કારણે બધો ખેલ બગડવા લાગ્યો. વર્ષ 1997 માં સુધાકરને આઉટલુક મેગેઝીન સાથેના ઇંટરવ્યૂમાં દાવો કર્યો હતો કે જયાને એ વાતથી ઘણી તકલીફ હતી કે શિવાજી ગણેશન લગ્નમાં કેમ જોડાયા હતા. તેમના આવવાને કારણે અમ્માને ઉભા થઇને એક વરિષ્ઠ તરીકે તેમનું સમ્માન કરવુ પડતુ હતુ.

jaya

2001 માં સુધાકરનની ધરપકડ

સુધાકરનની મા તરીકે આવ્યા બાદ શિવાજીને એક દીકરીના પિતા તરીકે જયલલિતા સાથે દરેક વાત કરવી પડતી હતી. સુધાકરન પર જયલલિતાએ પોતાના પૈસા પડાવી લેવાનો પણ આરોપ લગાવ્યો હતો. સુધાકરને જ જેજે ટીવી શરુ કર્યુ અને જુનિયર એમજીઆર ફેન ક્લબની શરુઆત કરી. વર્ષ 2001 માં સુધાકરને જયલલિતા પર નકારાત્મક ટીપ્પણી કરી અને ત્યારબાદ સુધાકરનના ઘર પર છાપા માર્યા. ઘર પર હેરોઇનના પેકેટ અને લાયસંસ વગરની બંદૂક મળી. સુધાકરનની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ વર્ષ 2014 માં જ્યારે જયલલિતાની સામે અઘોષિત આવકનો કેસ ચાલી રહ્યો હતો ત્યારે ઘણા વર્ષો બાદ બંને એક જ જગ્યાએ હતા પરંતુ બંનેએ એકબીજાને જોયા પણ નહિ. આ કેસમાં જયલલિતા, સુધાકરન અને શશીકલા અને તેમની ભત્રીજી ઇલાવારસી આરોપી હતા.

English summary
VN Sudhakarn was the foster son of Jayalalithaa but she disowned him in 1996.
Please Wait while comments are loading...