મતદાન 2014: સિબ્બલ, ગડકરી, થરૂર અને ગાંધીનું ભવિષ્ય ઇવીએમમાં બંધ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 એપ્રિલ: લોકસભા ચૂંટણી 2014નું ત્રીજા ચરણમાં મતદારોએ જોરદાર મતદાન કર્યું. પછી ભલે તે દિલ્હી હોય કે પછી રમખાણ પ્રભાવિત ઉત્તર પ્રદેશનો મુજફ્ફરનગર જિલ્લો, લોકો પોતાના ઘરની બહાર નિકળીને વોટ આપવા માટે ગયા. ત્રીજા ચરણ દરમિયાન દેશના 14 રાજ્યોમાં ફક્ત 91 સીટો પર મતદાન થયું. તેના અંતગર્ત 11 કરોડ મતદારોએ પોતાના 1418 ઉમેદવારો વિરૂદ્ધ પોતાનો અમૂલ્ય વોટ આપ્યો. છત્તીસગઢ અને બિહારના કેટલાક નક્સલી વિસ્તારોમાં છુટા છવાયા હિંસાના બનાવો બન્યા. વર્ષ 2014માં દિલ્હીમાં થયેલા મતદાન બાદ વર્ષ 2009નો રેકોર્ડ તૂટી ગયો. વર્ષ 2009માં દિલ્હીમાં ફક્ત 51.85 ટકા મતદાન થયું હતું. વિભિન્ન લોકસભા વિસ્તારોની 91 સીટો પર મતદાનની એક નજર.

દિલ્હી- 60
ગાજિયાબાદ- 57
ગુડગાંવ- 58.4
બાગપત- 61.8
ગૌતમબુદ્ધ નગર- 52
બિજનૌર- 63
ફરીદાબાદ- 57.5
મુજફ્ફરનગર- 65
મેરઠ- 62
જમ્મૂ- 65

polling-606

કયા-કયા છે ઉમેદવાર
આ તબક્કાના ઉમેદવારોમાં લોકસભાના અધ્યક્ષ મીરા કુમાર, કેન્દ્રિય મંત્રી કપિલ સિબ્બલ, કમલનાથ, શશિ થરૂર, અજિત સિંહ, પ્રફૂલ્લ પટેલ, કેરળના પૂર્વ રાજ્યપાલ નિખિલ કુમાર, પૂર્વ કેન્દ્રિય મંત્રી અજય માકન, પવન બંસલ, અભિનેતા રાજ બબ્બર, પૂર્વ સેનાધ્યક્ષ વીકે સિંહ, પૂર્વ ભાજપા અધ્યક્ષ નિતિન ગડકરી, ભાજપા પ્રવક્તા મીનાક્ષી લેખી, અભિનેત્રી કિરણ ખેર, ઉદિતરાજ, આમ આદમી પાર્ટીના નેતા રાજમોહન ગાંધી, યોગેન્દ્ર યાદવ, શાજિયા ઇલ્મી, અભિનેત્રી ગુલ પનાગ અને રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાન વગેરેનું નામ ઉલ્લેખનીય છે. કોંગ્રેસના ઉમેદવાર અભિનેત્રી નગમા મેરઠ તો જયાપ્રદા આરએલડીની ટિકીટ પરથી બિજનૌરથી ચૂંટણી મેદાનમાં છે. ઓરિસ્સામાં લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણી માટે પણ મત પડશે.

એક નજર લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણ પર
કુલ ઉમેદવાર: 1418
મતદારો: 11 કરોડ
સમય: સવારે સાત વાગ્યાથી છ વાગ્યા સુધી
મતદાર પાસેથી ઓળખપત્ર ન હોવા છતાં મત આપવાની સુવિધા
ડ્રાઇવિંગ લાયસન્સ, બેંક પાસબુક, પાસપોર્ટ, આધાર કાર્ડ સહિત 11 વિકલ્પ માન્ય
મતદાન સ્થળના બસ્સો મીટરના ઘેરાવામાં વાહન પરવાનગી નહી
મોબાઇલ ફોન લઇ જવા પર પાબંધી

English summary
Millions in India voted peacefully Thursday across 14 states and union territories in a critical third phase of the parliamentary elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X