For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીઃ મત ફેક્ટર ભાજપની બાજી પલટાવી શકે

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીઃ મત ફેક્ટર ભાજપની બાજી પલટાવી શકે

|
Google Oneindia Gujarati News

7 ડિસેમ્બર 2018ના રોજ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. રાજસ્થાનનો ઈતિહાસ કહે છે કે અત્યાર સુધી એકપણ પાર્ટી સતત બે વખત સત્તા પર ટકી નથી શકી, ત્યારે ભાજપ રાજસ્થાનમાં બાજી મારી જશે કે ફરી બદલાવનો સિલસિલો યથાવત રાખીને રાજસ્થાનીઓ પંજાનો સાથ આપશે તે તો સમય જ કહેશે, પણ તેની પહેલા રાજસ્થાન વિશે કેટલીક આંકડાકીય માહિતી જાણવા જેવી છે જેના પરથી તમે પરિણામનો એક અંદાજો પણ લગાવી શકો.

rajasthan

રાજસ્થાનના 33 જિલ્લાની કુલ 200 વિધાનસભા સીટ પર કાલે ચૂંટણી થનાર છે. સેન્સસ 2011 મુજબ રાજસ્થાનની કુલ વસતી 6.85 કરોડ છે, જેમાંથી શહેરી વસતી માત્ર 1.70 કરોડ જ્યારે ગ્રામીણ વસતી 5.15 કરોડની છે. રાજસ્થાનનો જીડીપી (2018-19) 8.40 લાખ કરોડ છે. સેન્સસ 2011 મુજબ રાજસ્થાનમાં સાક્ષરતાનો દર 66.10 ટકા છે. જ્યારે સેક્સ રેશિયોની વાત કરીએ તો દરેક હજાર પુરુષોએ રાજસ્થાનમાં 928 સ્ત્રીઓ છે.

જણાવી દઈએ કે હાલ રાજસ્થાનમાં ભાજપ સરકારની સત્તા છે. રાજ્યના કુલ 4,74,79,402 મતદાતાઓ ભાજપ અને કોંગ્રેસનું ભવિષ્ય નક્કી કરશે. રાજ્યમાં કુલ 51,796 મતદાન કેન્દ્ર છે. જો ધર્મ પ્રમાણે નજર કરીએ તો રાજસ્થાનમાં સૌથી વધુ હિંદુ વસતી (88.49%) છે. રાજસ્થાનમાં કુલ 60,657,103 હિંદુ, 6,215,377 મુસ્લિમ (9.7%), 872,930 સિખ (1.27 %), 622,023 જૈન (0.91 %), 96,430 ક્રિશ્ચિયન (0.14 %), 12,185 બુદ્ધ (0.02 %), 4,676 અન્યોની વસતી છે.

રાજસ્થાનની કુલ વસતીમાંથી 24.87 ટકા લોકો શહેરી વિસ્તારોમાં રહે છે. શહેરોમાં રહેતા કુલ 17,048,085 લોકોમાંથી 8,909,250 પુરુષો છે જ્યારે બાકીની 8,138,835 મહિલાઓ છે. રાજસ્થાનમાં છેલ્લા 10 વર્ષમાં શહેરોમાં રહેતી વસતી 24.87 ટકાથી વધી છે. રાજસ્થાનમાં સરેરાશ સાક્ષરતા દર 79.68% છે જેમાં પુરુષોમાં સાક્ષરતા દર 87.91% અને મહિલાઓમાં 63.81% સાક્ષરતા દર છે. સેન્સસ 2011 મુજબ રાજસ્થાનમાં શહેરી વિસ્તારોમાં રહેતા કુલ 11,803,496 લોકો સાક્ષર હતા.

રાજસ્થાનમાં કુલ 200 વિધાનસભા સીટ છે જેમાંથી 142 જનરલ, 33 એસસી અને 25 એસટી ક્વોટા અંતર્ગત આવે છે. વિધાનસભા 2013માં મોટી પાર્ટીઓના પરફોર્મન્સ પર નજર કરીએ તો 2013માં ભાજપને સૌથી વધુ 45.2 ટકા વોટ શેર મળ્યો હતો, 13,939,203 વોટ સાથે ભાજપને 200માંથી કુલ 163 સીટ પર કબ્જો જમાવવામાં સફળતા મળી હતી. જ્યારે કોંગ્રેસ બીજા નંબરની સૌથી મોટી પાર્ટી બનીને રહી ગઈ, જો કે કોંગ્રેસે સત્તા ગુમાવવી પડી હતી. કોંગ્રેસનો કુલ વોટ શેર 33.1 ટકા રહ્યો. 10,204,694 વોટ સાથે કોંગ્રેસ 200માંથી માત્ર 21 સીટ જ જીતી શકી હતી. જ્યારે સ્વતંત્ર ઉમેદવારોના પક્ષમાં 8.2 ટકા વોટ શેર ગયો. કુલ 7 અપક્ષ ઉમેદવારો જીત્યા હતા. જે બાદ નેશનલ પિપલ્સ પાર્ટી 1,312,402 વોટ સાથે 134માંથી 4 સીટ જીતી શકી હતી. બહુજન સમાજ પાર્ટી કુલ 195 સીટ પર ચૂંટણી લડી હતી જેમાંથી 3 સીટ પર જ કબજો જમાવી કરી. જ્યારે કોમ્યનલ પાર્ટી ઑફ ઈન્ડિયા, સમાજવાદી પાર્ટી, જનતાદળ (યૂનાઈટેડ)ને અનુક્રમે 269,002, 118,911, 59,673 વોટ મળ્યા હતા પણ આ પાર્ટીઓ એકપણ સીટ જીતી નહોતી શકી.

મુખ્ય સમસ્યા
2018માં એન્ટિ-ઇનકમ્બન્સી ફેક્ટર મુખ્ય ભૂમિકા ભજવશે. રાજ્યમાં લૉ એન્ડ ઑર્ડરની સ્થિતિ કથડેલી છે. અહીં પાણીની સમસ્ય તીવ્ર છે. આ બધી સમસ્યાથી ઉપર એક સમસ્યા હોય તે છે બાળ વિવાહની. રાજસ્થાનના કેટલાય જિલ્લામાં હજુ બાળ લગ્ન થઈ રહ્યાં છે. ઉપરાંત રાજપુતો અને ગુજ્જરો ભાજપની નારાજ છે જેમણે વિધાનસભા 2013માં ભાજપને સપોર્ટ કરવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. ત્યારે આ નારાજગી રાજસ્થાનમાં ભાજપની મુશ્કેલીઓ વધી શકે છે.

આ પણ વાંચો- રાજસ્થાનમાં જીત મેળવવા માટે ભાજપે ખાસ પ્લાન બનાવ્યો

English summary
vote factor can change game of bjp, here is every detail you should know before rajasthan assembly election 2018.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X