• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સપા-બસપા ગઠબંધન બાદ યૂપીમાં અસલી મહાગઠબંધનની તૈયારી

|

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટી્એ 38-38 સીટ પર 2019 લોકસભા ચૂંટણી લડવાનું એલન કરી દીધું છે. પ્રદેશની કુલ 80 લોકસભા સીટમાંથી 76 પર બસપા-સપાએ વહેંચણી કરી લીધી છે જ્યારે બે સીટ કોંગ્રેસ માટે છોડવામાં આવી છે. માત્ર બે સીટની ઑફરથી નારાજ કોંગ્રેસે તમામ 80 સીટ પર ચૂંટણી લડવાનું એલાન કરી દીધું છે. આરએલડી પણ બે સીટ મળતાં નારાજ છે. બીજી બાજુ સપા-બસપાની સાથે આવત શિવપાલ સિંહ યજવે ધર્મનિરપેક્ષતાના નામ પર કોંગ્રેસ તરફ હાથ ધરી દીધો. તો એનડીએમાં સામેલ અનુપ્રિયા પટેલની પાર્ટી અને ઓમ પ્રકાશ રજભર સુહેલદેવ સમાજ પાર્ટી પણ સતત ધમકી આપી રહી છે. કુલ મળીને યૂપીમાં મહાગઠબંધનની જે વાત ચાલી રહી હતી તે તો સપા-બસપા ગઠબંધનમાં બદલી ગઈ તો મહાગઠબંધન ક્યાં બન્યું? કેમ કે બે દળોના ગઠબંધનને મહગઠબંધન તો ન કહી શકાય. ભલે પછી સપા-બસપ મહાઘટબંધન ન બનાવી શક્યું હોય, પરંતુ મહાગઠબંધનની ખિચડી પાકવી શરૂ થઈ ગઈ છે.

મહાગઠબંધન નક્કી કરશે 2019નું પરિણામ

મહાગઠબંધન નક્કી કરશે 2019નું પરિણામ

યૂપીમાં 2019 લોકસભા ચૂંટણીનો જંગ સપ-બસપા બનામ બીએસપીથી નક્કી થશે. અખિલેશ યાદવ, માયાવતી અને અમિત શાહ એમ જ માનીને ચાલી રહ્યા છે, પરંતુ અસલમાં નિર્ણાયક સાબિત થશે 'મહાગઠબંધન', મતલબ કોંગ્રેસના નેતૃત્વમાં વોટ કાપતી પાર્ટિઓનો સમૂહ એ જ અસલી મહાગઠબંધન. કોઈ શક નથી કે 2019નો મુકાબલો 2014 જેવો એકતરફો નહિ હોય, મુકાબલો આકરો હશે અને જીત કોની થશે એ તો વોટ કપાવતા દળોનું પ્રદર્શન કેવું રહ્યું તેના પર રહેશે. હવે સવાલ એ છે કે આ અસલી મહાગઠબંધનમાં કઈ-કઈ પાર્ટિઓ સામેલ હશે?

આ નાના-નાના દળ નક્કી કરશે અસલી મહાગઠબંધન

આ નાના-નાના દળ નક્કી કરશે અસલી મહાગઠબંધન

શિવપાલ યાદવે કોંગ્રેસને સાથે આવવાનું આમંત્રણ આપ્યું છે. પોતાનો પક્ષ અને સુહેલદેવ સમાજ પાર્ટી પણ એનડીએની બહાર પોતાનો વિકલ્પ શોધી રહી છે. તાપગઢના કુંડાથી અપક્ષ આધારસભ્ય રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા પણ જનસત્તા પાર્ટી બનાવી ચૂક્યા છે. આરએલડી પણ કોંગ્રેસના સંપર્કમાં છે. પીસ પાર્ટી પણ કોંગ્રેસના સંપર્કમાં છે. આ તમામ દળ મળીને યૂપીમાં અસલી મહાગઠબંધન બનાવી શકે છે. કોંગ્રેસ ભલે યૂપી ચૂંટણીમાં તમામ સીટ પર લડવાનું એલાન કરી ચૂકી છે, પરંતુ તે પણ જાણે છે કે યૂપીમાં એકલા તેના હાથે સફળતા લાગવી મુશ્કેલ છે. એવામાં નાના-નાના દળોનું મહાગઠબંધન કરી તે ભલે ખુદ વધુ સીટ ન જીતી શકે, પરંતુ ભાજપનું કામ પૂરી રીતે ખરાબ કરી શકે છે.

આવી રીતે ભાજપને પરેશાન કરી શકે

આવી રીતે ભાજપને પરેશાન કરી શકે

ગોરખપુર લોકસભા પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર 21881 વોટથી હાર્યો. આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ડૉ. સુરહીતા કરીમે 18858 વોટ કાપ્યા. ફુલપુર પેટા ચૂંટણીમાં સપાના નાગેન્દ્ર પ્રતાપ સિંહ પટેલે ભાજપના કૌશલેન્દ્ર સિંહ પટેલને 59 હજાર 460 વોટથી હરાવ્યા. જેમાં કોંગ્રેસી ઉમેદવાર મનીષ મિશ્રએ 19એ 353 વોટ કાપ્યા અને અપક્ષ ઉમેદવાર અતીક અહમદને 47 હજારથી વધુ વોટ મળ્યા. આ આંકડા ભાજપને પરેશાન કરી શકે છે.

કર્ણાટક કોંગ્રેસના 3 ધારાસભ્યો ભાજપ નેતાઓ સાથે હોટલમાઃ ડીકે શિવકુમાર

English summary
vote katwa mahagathbandhan in making in uttar pradesh for 22019 lok sabha election
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more