લોકસભા ચૂંટણીઃ ચાર રાજ્યોની છ બેઠક પર મતદાન શરૂ
નવી દિલ્હી, 9 એપ્રિલઃ લોકસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન શરૂ થઇ ગયું છે. ચાર પૂર્વોત્તર રાજ્યોની છ બેઠકો પર મતદાન શરૂ કરવામાં આવ્યું છે. અરૂણાચલની બે, મેઘાલયની બે, મણિપુર અને નાગાલેન્ડની એક-એક બેઠકો પર વોટિંગ થઇ રહ્યું છે. આ સાથે જ અરૂણાચલ પ્રદેશની 60 વિધાનસભાની બેઠકોમાંથી 49 બેઠકોમાં પર આજે મતદાન કરવામાં આવી રહ્યું છે. દેશની જનતામાં પોતાના મતાધિકારને લઇને જાગૃતિ જોવા મળી રહી છે.

તેમણે અરૂણાચલ પ્રદેશમાં જેટલી પર સભાઓ સંબોધી તેમાં સ્થાનિક મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપ્યું હતું અને ત્યાંની જનતાને વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ અને ભાજપ અરૂણાચલ પ્રદેશની હાલની જે સ્થિતિ છે તેમાંથી તેને બહાર કાઢશે. નોંધનીય છે કે મતદાનના એક દિવસ પૂર્વે ચીને અરૂણાચલ પ્રદેશને લઇને એક નિવેદન કર્યું છેકે તેઓ અરૂણાચલ પ્રદેશ વિવાદને લઇને પોતાના વલણ પર કાયમ છે. ત્યારે મતદાનમાં મતદાતાઓ નરેન્દ્ર મોદીને આશાની કિરણ તરીકે જોઇને ભાજપ તરફી મતદાન કરે તો નવાઇ નહીં હોય.












Click it and Unblock the Notifications
