અરે આ શું! મોદી અને નિતિશે એકબીજા તરફ જોયું પણ નહી
નવી દિલ્હી, 5 જૂન: નક્સલવાદના ગંભીર મુદ્દાઓ પર રાજધાની દિલ્હીમાં યોજાઇ રહેલી રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠકમાં આજે તે જોવા મળ્યું જેની અટકળો વર્ષોથી લગાવવામાં આવતી હતી. જી હાં અમે વાત કરી રહ્યાં છીએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર વચ્ચેના અંતરની. આમ તો આ અંતર અને કોલ્ડ વોરથી દરેક જણ વાકેફ છે પરંતુ દિલ્હીમાં આ બેઠક દરમિયાન સ્પષ્ટપણે જોવા મળ્યું.
મુખ્યમંત્રીઓની મીટિંગ દરમિયાન એક નજારો એવો જોવા મળ્યો જેને એનડીએની આવનાર મુશ્કેલીઓને બતાવી દિધી. આ મીટિંગમાં ભાગ લેવા માટે આવેલા નરેન્દ્ર મોદી અને નિતિશ કુમાર એક બીજાથી અંતર કાપતાં જોવા મળ્યા હતા. ન્યૂઝ ચેનલોમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે જ્યારે નરેન્દ્ર મોદી આવી હતા તો નિતિશ કુમાર ત્યાં જ ઉભા હતા. પરંતુ નરેન્દ્ર મોદીએ નિતિશ કુમાર જોઇ પણ ન હતું અને ના તો નિતિશ કુમારે નરેન્દ્ર મોદી મહત્વ આપ્યું ન હતું.
હાય! હેલ્લો, દુઆ-સલામ તો દૂર નરેન્દ્ર મોદી નિતિશ કુમારની પાસેથી એવી રીતે પસાર થઇ ગયા કે જાણે તેમને ઓળખતા જ ન હોય. ફક્ત નરેન્દ્ર મોદી જ નહી નિતિશ કુમાર પણ લાપરવાહ રહ્યાં અને નરેન્દ્ર મોદી તરફ જોવાનું પણ યોગ્ય સમજ્યું નહી અને જાણે તેમને નરેન્દ્ર મોદીની હાજરીનો અહેસાસ પણ હોય એવું વર્તન કર્યું. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં નરેન્દ્ર મોદી અને નિતિશ કુમાર વચ્ચે વધુ અંતર બનેલું છે. નિતિશ કુમાર તો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદની દાવેદારીનો ખુલ્લો વિરોધ કરી રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીના નામ પર ભાજપમાં એકમત બની શકતો નથી. પહેલાં એક સમારોહમાં શિવરાજ સિંહ ચૌહાણે નરેન્દ્ર મોદીને સારા ગણાવનાર વયોવૃદ્ધ નેતા લાલ કૃષ્ણ અડવાણી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી કહ્યું હતું કે ભલે લોકસભાની ચૂંટણી માટે નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચારના પ્રમુખ બનાવવામાં આવે પરંતુ વિધાનસભાની ચૂંટણી માટે અલગ કમિટી બનાવવામાં આવે.













Click it and Unblock the Notifications
