ઇન્ફોસિસની પુણે ઓફિસમાં મહિલા કર્મચારીની હત્યાનું કારણ, જાણો

Posted By:
Subscribe to Oneindia News

ઇન્ફોસિસમાં સોફ્ટવેયર એન્જીનિયર તરીકે કામ કરતી એક મહિલાની તેની જ ઓફિસમાં હત્યા કરવામાં આવી છે. રવિવારે પુણેના હિંઝાવાડીમાં આવેલી રાજીવ ગાંધી ઇફોટેક પાર્કમાં એક અજાણી વ્યક્તિએ ઇન્ફોસિસની એક સોફ્ટવેર એન્જિયર મહિલાની ક્રૂર રીતે હત્યા કરી. મહિલાનું નામ રાસિલા રાજૂ છે. તે કેરળની રહેવાસી છે. હત્યારાઓ પણ તે જ ઓફિસનો સુરક્ષાકર્મી છે. જેણે મહિલાને મારવા માટે કોમ્પ્યૂટરના તારનો ઉપયોગ કર્યો. આ તમામ ઘટના ઇન્ફોસિસની બિલ્ડીંગના નવામાં માળે બની.

murder

પોલિસે જે મુજબ જણાવ્યું તે પ્રમાણે રવિવાર સાંજે લગભગ 5 વાગે આ ઘટના બની. આ મહિલાની મોત ત્યારે થઇ જ્યારે તે ઓફિસમાં કામ કરી રહી હતી અને બેંગલુરુથી તેના બે સાથીઓ ઓનલાઇન હતા. અને અચાનક જ રસિલા તરફથી કોન્ટેક્ટ કપાઇ જતા. તેમણે તેના ટીમ મેનેજરને જાણકારી આપી હતી. જે મુજબ મહિલાના મેનેજરે ફોન કર્યો પણ મહિલા ફોન ન ઉપાડતા તેણે સિક્યોરીટી ગાર્ડને જોવા માટે અંદર મોકલ્યો. ત્યારે સિક્યોરીટી ગાર્ડ જોયું કે મહિલા ઓફિસમાં મૃત અવસ્થામાં પડી હતી. અને તેના જ કોમ્પ્યૂટરના વાયરથી ગળું દબાવીને તેને મારવામાં આવી હતી. જે બાદ તેણે મેનેજરને જાણકારી આપી અને મેનેજરે પોલિસમાં ફરિયાદ નોંધાવી. પોલિસ હાલમાં તો હત્યાના આરોપમાં એક સુરક્ષાકર્મીની ધરપકડ કરી જેણે આ હત્યા કરી હોવાનું સ્વીકાર્યું છે.

સુરક્ષાકર્મીએ તેના પોલીસ નિવેદનમાં જણાવ્યું કે મહિલાનો આરોપ હતો કે સિક્યોરીટી તેની છુપાઇને અયોગ્ય રીતે જોઇ રહ્યો છે. સિક્યોરીટીએ આ વાતની આનાકાની કરતા મહિલાએ ચીડાઇને ફરિયાદ કરવાની વાત કરી. જેના પગલે સિક્યોરીટી ક્ષણિક આવેગમાં આવી તેને મોતને ઘાટ ઉતારી દીધી. સિક્યોરીટીકર્મી નહતો ઇચ્છતો કે રસિલા તેની ફરિયાદ કરે અને તેની નોકરી જાય.

English summary
According to a Pune ACP, the guard argued with Rasila after she accused him of staring at her, and threatened to complain against him.
Please Wait while comments are loading...