તસવીરોમાં જુઓ એફ1 ટ્રૅક ઉપર સેલિબ્રિટીઝની ધમાલ

દેશની બીજી ઇન્ડિયન ગ્રાં પ્રી રેસમાં એક બાજુ સમગ્ર દુનિયાના ઝડપના જંગીઓએ એફ1 કારો દોડાવી, તો બીજી બાજું બૉલીવુડથી માંડી રમત-જગત સહિત અનેક ક્ષેત્રોનાં જાણીતાં ચહેરાઓએ પણ આ આયોજનમાં હાજરી આપી.

ફૉર્મ્યુલા1 રેસ શરૂઆતથી જ પોતાના ખાસ ચાહકો માટે કૌતુહલનો વિષય રહી છે. જે રીતે દેશમાં ફૉર્મ્યુલા1 રેસની લહેર ચાલી છે. તે જોતાં આ જ અનુમાન કરાય છે કે ઝડપની આ ઘેલછા દૂર સુધી લઈ જશે.

ગત રવિવારે નોએડા ખાતે આવેલ બુદ્ધ ઇંટરનેશનલ સર્કિટ પર ઇન્ડિયન ગ્રાં પ્રી રેસની ફાઇનલ રેસ થઈ. તેમાં રેડ બુલ ટીમના સબેસ્ટિયન વિટેલે ઇન્ડિયન ગ્રાં પ્રીનો ટાઇટલ પોતાના નામે કર્યો. આ ઉપરાંત ફેરારીના બહેતરીન ડ્રાઇવર ફર્નાન્ડો અલાંઝો બીજા સ્થાને રહ્યાં. ત્રીજા સ્થાને રેડ બુલ ટીમના જ અન્ય ડ્રાઇવર માયકલ બેબરે પોતાનો કબ્જો જમાવ્યો.

આવો તસવીરો વડે જાણીએ કે આ આયોજનમાં કઈ-કઈ હસ્તીઓએ હાજરી આપી :

મંદિરા બેદી પહોંચ્યાં

મંદિરા બેદી પહોંચ્યાં

નાના પડદાથી પોતાનું કરિયર શરૂ કરનાર મંદિરા બેદી આ એફ1 રેસ દરમિયાન સર્કિટે દેખાયાં. મંદિરાને સ્પોર્ટ સાથે ઘણો લગાવ છે. આ અગાઉ તેઓ પોતાના ગલી ક્રિકેટ માટે ઘણી તાળીઓ મેળવી ચુક્યાં છે.

ગગને લહેરાવ્યો ચેકર્ડ ફ્લૅગ

ગગને લહેરાવ્યો ચેકર્ડ ફ્લૅગ

ઓલિમ્પિકમાં ચંદ્રક અપાવી દેશનું નામ રોશન કરનાર જાણીતાં નિશાનેબાજ ગગન નારંગે આ રેસ શરૂ કરાવવા ચેકર્ડ ફ્લૅગ લહેરાવ્યો. આપને જણાવી દઇએ કે ગત વર્ષ સચિન તેંદુલકરે ચેકર્ડ ફ્લૅગ લહેરાવ્યો હતો.

શાનની શાનદાર રજુઆત

શાનની શાનદાર રજુઆત

બૉલીવુડના જાણીતાં પાર્શ્વ ગાયક શાને ઇન્ડિયન ગ્રાં પ્રીની આ રેસ પ્રસંગે પોતાના શ્રેષ્ઠ ગાયનો વડે દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું.

ભજ્જી પણ પહોંચ્યા રેસ જોવાં

ભજ્જી પણ પહોંચ્યા રેસ જોવાં

ભારતીય ક્રિકેટ ટીમના જાણીતાં સ્પિનર હરભજન સિંહ પણ પોતાને આ રેસ ટ્રૅકે ઉતરવાથી ન રોકી શક્યાં. આ રેસની મજા લુંટવા તેઓ પણ બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટે પહોંચ્યા હતાં.

વિશાલના ગીતો પર ઝુમ્યાં લોકો

વિશાલના ગીતો પર ઝુમ્યાં લોકો

બૉલીવુડમાં તાજેતરમાં જ પોતાની કરિયર શરૂ કરનાર વિશાળે પણ આ રેસ દરમિયાન પોતાના ગીતો દ્વારા દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું.

ધૂપમાં ધુપિયા

ધૂપમાં ધુપિયા

બૉલીવુડની જાણીતી અભિનેત્રી નેહા ધુપિયાએ પણ ધૂપમાં યોજાયેલ આ કાર્યક્રમમાં હાજરી આપી અને રેસનો ભરપૂર આનંદ માળ્યો.

અજય-સોનાક્ષી ટ્રૅક પર

અજય-સોનાક્ષી ટ્રૅક પર

બૉલીવુડના જાણીતાં અભિનેતા અજય દેવગણ તથા શૉટગનના નામે પ્રખ્યાત શત્રુઘ્ન સિન્હાનાં પુત્રી સોનાક્ષી સિન્હાએ પણ આ આયોજનની મજા માળી હતી. તેમણે આ દરમિયાન દર્શકોનો ઉત્સાહ વધારવા શાન સાથે મળી ગીતો પણ ગાયાં. આપણાં દેશમાં આ બીજી વાર ગ્રાં પ્રી રેસનું આયોજન કરાયું કે જે પૂર્ણત્વે સફલ રહ્યું. આશા છે કે આગળની સીઝનો પણ બહેતર રહેશે. આ આયોજનને બહેતર બનાવવા માટે જે હસ્તીઓએ હાજરી આપી, તેમનું આગમન પણ વખાણવા યોગ્ય છે.

સાનિયા પહોંચ્યાં શોએબ સાથે

સાનિયા પહોંચ્યાં શોએબ સાથે

ટેનિસ સનસની નામે જાણીતાં સાનિયા મિર્ઝા પણ ઇન્ડિયન ગ્રાં પ્રી રેસની મજા લુંટવા બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટે પહોંચ્યાં. આ દરમિયાન તેમના પતિ શોએબ મલિક પણ સાથે હતાં.

સોનાલી પહોંચ્યા ગોલ્ડી સાથે

સોનાલી પહોંચ્યા ગોલ્ડી સાથે

નિરમા ગર્લ એટલે કે સોનાલી બેન્દ્રે પણ ઘણાં દિવસો પછી જાહેરમાં દેખાયાં. સોનાલીને પણ સ્પોર્ટ સાથે લગાવ છે. આ દરમિયાન તેમના પતિ ગોલ્ડી બહેલ પણ તેમની સાથે હાજર હતાં.

ઓમર અબ્દુલ્લા

ઓમર અબ્દુલ્લા

એક બાજુ બૉલીવુડ અને સ્પોર્ટ્સની જાણીતી હસ્તીઓ હાજર રહી, તો બીજી બાજુ જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પણ ઝડપના આ જંગની મજા માણવા પહોંચ્યાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X