વીડિયો: દિલ્હીની એક દુકાનમાં પૂજા બંદૂક બતાવી કરી મારપીટ

Posted By:
Subscribe to Oneindia News

શરીરનું પ્રદર્શન, ગંદી ગાળો અને સૂતા સમય બાળાત્કાર જેવા અજીબો-ગરીબ આરોપને લઇને ચર્ચામાં રહેનારી પૂજા મિશ્રા ફરી એક વાર સમાચારોમાં છે બીગ બોસ સિઝન-5ની આ પ્રતિસ્પર્ધી તેવી મોડેલ એક્ટ્રેસ પૂજા મિશ્રાએ રાજધાની દિલ્હીના એક સ્ટોરમાં જોરદાર ઝગડો અને મારપીટ કરી. એટલું જ નહીં પૂજા મિશ્રા પર સ્ટોરના કર્મચારીની પીટાઇ અને તેની પર બંદૂક લગાવાનો પણ આરોપ છે. ત્યારે સોશ્યલ મીડિયા પર આ ધટનાનો વીડિયો વાયરલ થઇ ચૂક્યો છે. જેમાં સાફ સાફ રીતે પૂજા મિશ્રાનું અયોગ્ય વર્તન દેખાય અને સંભળાય છે.

Video: રેડીસન હોટલમાં ઊંઘમાં Bigg Boss સ્પર્ધક પર બળાત્કાર!

pooja mishra

પોલિસના જણાવ્યા મુજબ પશ્ચિમ દિલ્હીના કરોલ બાગ સ્થિત સ્ટોરમાં રવિવાર રાતે પૂજાને એક કર્મચારી સાથે મારપીટ કરી હતી. તેવું એક કેમેરામાં કેદ થયું છે. પોલિસના કહેવા મુજબ મોડેલ કર્મચારી સાથે મારપીટ કરવાની સાથે પિસ્તોલ નીકાળીને તેને ગોળી મારવાની ધમકી પણ આપી. પોલિસના જણાવ્યા પ્રમાણે આ ધટના ત્યારે થઇ જ્યારે પૂજા મિશ્રા બિલિંગ કાઉન્ટર પર ઊભી હતી. ત્યારે તેણે અચાનક બંદૂક નીકાળી ત્યાં ઊભેલા બે કર્મચારી અશ્લીલ ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો.

સોનાક્ષી સિંહા કાળો જાદુ કરે છે: પૂજા મિશ્રા

તો બીજી તરફ પૂજાનો આરોપ છે કે જ્યારે તે કાઉન્ટર પર પોતાના વારોની રાહ જોતી ઊભી હતી ત્યારે બે લોકોએ તેને ખોટી રીતે અડવાનો પ્રયાસ કર્યો. નોંધનીય છે કે આ પહેલા પણ પૂજા મિશ્રાએ રેડિસન બ્લૂ હોટલમાં પોતાની સાથે બળાત્કાર થયો હોવાનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય તેણે સોનાક્ષી સિંહા વિરુદ્ધ પર એફઆઇઆર નોંધાવી છે અને ઇશા કોપિકર સહિત ચાર લોકો દ્વારા બળાત્કાર કરવાની વાત પણ કહી છે. સાથે જ પૂજાએ નોયડાના ગેસ્ટ હાઉસમાં ત્રણ લોકો દ્વારા બળાત્કારનો આરોપ પણ લગાવ્યો છે. ત્યારે પૂજાનો દિલ્હીમાં મારપીટ કરતો કરતા અને ગંદી ગાળો બોલતો આ વીડિયો જુઓ...

English summary
Watch Video former bigg boss contestant pooja mishra assaults shopping store staff

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.