"આવું જેકેટ 700માં અપાવી શકું, જોઇતું હોય તો PMને પણ મોકલાવીશ"

Written By:
Subscribe to Oneindia News

મંગળવારે મેઘાલયમાં ચૂંટણી પ્રચાર અભિયાનનો આરંભ કરવા પહોંચેલ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પહેરેલ બ્લેક જેકેટ મામલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ, નિવેદનો અને ટિપ્પણીઓ શરૂ થઇ ગઇ છે. ભાજપનો આરોપ છે કે, રાહુલ ગાંધીએ પહેરેલ આ જેકેટની કિંમત અંદાજે 70 હજાર છે. ભાજપ મેઘાલયે આ મામલે ટ્વીટ કરતાં તસવીર પણ પોસ્ટ કરી હતી, જેમાં રાહુલ જેવું જ જેકેટ બરબેરી નામની લક્ઝરી ફેશન બ્રાન્ડ અંદાજે 70 હજારમાં વેચતી હોવાની જાણકારી હતી. ભાજપના આરોપનો જવાબ કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરીએ હસતા-હસતા આપ્યો છે.

Modi-Gadhi

રેણુકા ચૌધરીને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, મને સમજ નથી પડતી કે ભાજપના આ ઉતાવળાપણા પર હસવું કે રડવું? શું તેમની પાસે કોઇ કામ નથી? એ લોકો બેસીને એક જેકેટની કિંમત શોધી રહ્યાં છે. આવું જેકેટ તો હું રૂ.700માં અપાવી શકું છું. જો વડાપ્રધાનને જોઇતું હોય તો એમને પણ એક જેકેટ મોકલી આપીશ. તેમણે આગળ કહ્યું હતું કે, તેમની પાસે વડાપ્રધાનની 56 ઇંચની છાતી સિવાય કોઇ માપ નથી. આવો આરોપ સૂટબૂટની સરકાર લગાવી રહી છે. તેમના નામથી એક સૂટ બન્યો હતો, જે તેમણે અમેરિકન રાષ્ટ્રપતિના આગમન સમયે પહેર્યો હતો.

English summary
We are fighting RSS ideology across the nation-Congress President rahul gandhi.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.