મહારાષ્ટ્રઃ એનસીપી બોલી, અમે બહુમત પરીક્ષણ વખતે ભાજપના વિરોધમાં મત આપીશુ
એનસીપીએ શનિવારે મોડી સાંજે સ્પષ્ટ કરી દીધુ કે જો સંસદમાં બહુમત પરીક્ષણ થશે તો એનસીપી ભાજપના વિરોધમાં મતદાન કરશે.
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી ભાજપને સરકાર બનાવવાનુ આમંત્રણ આપ્યુ છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધને સ્પષ્ટ બહુમત મળ્યો હતો પરંતુ સીએમ પદ માટે બંને પાર્ટીઓ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે ભાજપ રાજ્યમાં સરકાર બનાવવાની કોશિશ કરી રહી છે. આ દરમિયાન એનસીપીએ શનિવારે મોડી સાંજે સ્પષ્ટ કરી દીધુ કે જો સંસદમાં બહુમત પરીક્ષણ થશે તો એનસીપી ભાજપના વિરોધમાં મતદાન કરશે.

અમે વૈકલ્પિક સરકાર બનાવવાની કોશિશ કરીશુ
જો ભાજપની સરકાર પડી જશે તો રાજ્યના હિતમાં અમે વૈકલ્પિક સરકાર બનાવવાની કોશિશ કરીશુ. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા નવાબ મલિકે કહ્યુ કે મહારાષ્ટ્રના રાજ્યપાલે ભાજપને રાજ્યમાં સરકાર બનાવવા માટે આમંત્રિત કર્યા છે. રાજ્યપાલે એ સુનિશ્ચિત કરવુ જોઈએ કે ભાજપ પાસે બહુમત છે કે નહિ અન્યથા ધારાસભ્યોની ખરીદ-ફરોત થશે. જો ભાજપ રાજ્યમાં સરકાર બનાવશે તો અમે બહુમત પરીક્ષણ દરમિયાન તેમના વિરોધમાં મત આપીશુ. જો ભાજપની સરકાર પડી ભાંગશે તો રાજ્યના હિતમાં અમે વૈકલ્પિક સરકાર બનાવવાની કોશિશ કરીશુ.
|
12 નવેમ્બરે અમે પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી
નવાબ મલિકે શિવસેના સાથે મળીને સરકાર બનાવવાની અટકળોનો જવાબ આપતા કહ્યુ કે અમે જોઈશુ કે શું શિવસેના બહુમત પરીક્ષણ દરમિયાન ભાજપના વિરોધમાં મત નાખે છે અને તેની સરકાર પાડે છે. વૈકલ્પિક સરકાર પર અમે વિચાર કરીશુ. 12 નવેમ્બરના રોજ અમે પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. શરદ પવાર પણ બેઠકમાં શામેલ થશે. તમને જણાવી દઈએ કે એનસીપી નેતા શરદ પવાર અને શિવસેના સાંસદ સંજય રાઉત વચ્ચે આ ગતિરોધ દરમિયાન બેઠક થઈ ચૂકી છે.

રાજ્યપાલને મળ્યા ફડણવીસ
ઉલ્લેખનીય છે કે રાજ્યપાલે નિવર્તમાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને કહ્યુ કે તે મહારાષ્ટ્રમા સરકાર બનાવવા માટે પોતાની પાર્ટીની ઈચ્છા અને ક્ષમતાનો સંકેત આપે. મહારાષ્ટ્રમાં 13મી વિધાનસભા કાર્યકાળ શનિવારે અડધી રાતે સમાપ્ત થવાનો છે. આ પહેલા શુક્રવારે સાંજે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલને પોતાનુ રાજીનામુ સોંપી દીધુ હતુ. આ ઘટનાક્રમ બાદ એવુ માનવામાં આવી રહ્યુ છે કે ભાજપે સરકારની રચનાની પોતાની યથાસંભવ કોશિશ કરી લીધી છે અને હવે તે અન્ય દળોના વલણની રાહ જોવા ઈચ્છે છે.












Click it and Unblock the Notifications
