For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અખિલેશના મંત્રીએ કહ્યું, ઉત્તરપ્રદેશને ગુજરાત નહીં બનવા દઇએ

|
Google Oneindia Gujarati News

uttar pradesh
અયોધ્યા, 25 ઑગસ્ટ: વીએચપી દ્વારા જાહેર કરવામાં આવેલી 84 કોસી પરિક્રમાને લઇને આખું અયોધ્યા પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે. અયોધ્યાના દરેક મુખ્ય સ્થળો પર પોલીસ બંદોબંસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રામ જન્મભૂમિ મંદિર, સરયૂ ઘાટ, નાગેશ્વર ઘાટ જેવા સંવેદનશીલ વિસ્તારોની કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. સાથે જ અયોધ્યાના બીજા શહેરોને જોડનાર રસ્તાઓ પર પણ બંદોબસ્ત છે, જોકે બીજા શહેરોથી વીએચપી કાર્યકર્તા અને સાધુસંત પરિક્રમા માટે અયોધ્યા ના પહોંચી શકે.

યુપી સરકારનું કહેવું છે કે રાજ્યમાં શાંતિ વ્યવસ્થા બનેલી છે. યુપી સરકારના મંત્રી રાજેન્દ્ર ચૌધરીનું કહેવું છે કે કેટલાંક લોકો ધાર્મિક યાત્રાના નામે સાંપ્રદાયિક વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ સમાજવાદી પાર્ટીની સરકાર યુપીને ગુજરાત નહીં બનવા દઇએ. બીજેપી નેતા વિનય કટિયારનું કહેવું છે કે યુપી સરકારની યુપી સરકારના એક્શનથી જનતાની ભાવનાને ઠેસ પહોંચી છે. કટિયારે જણાવ્યું કે યુપી સરકારે માત્ર 200 સાધુ સંતોને રોકવા માટે હજારોની સંખ્યામાં જવાનોને ખડેપગ કરી દીધા છે.

બીજેપી નેતા શાહનવાજ હુસૈને જણાવ્યું કે લોકો ધાર્મિક યાત્રા કરવા માગે છે, પરંતુ યુપીની સમજવાદી પાર્ટી સરકાર ધાર્મિક યાત્રા પર રાજકારણ કરી રહી છે. કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ જણાવ્યું કે આ વિશ્વ હિન્દુ પરિષદ અને યુપી સરકારની વચ્ચેનો મામલો છે. જેનાથી મુસલમાનોને કોઇ લેવાદેવા નથી, આ યાત્રાને સાંપ્રદાયિક રંગ આપવો ખોટુ છે.

English summary
we do not want to make Utter pradesh as Gujarat: Rajendra Choudhary
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X