For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વ્યાપારી-ખેડૂતોની સાથે છીએ, FDIનો વિરુધ્ધ છેક સુધી કરીશું: ભાજપ

|
Google Oneindia Gujarati News

arun jaitley
નવી દિલ્હી, 7 માર્ચ: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અરુણ જેટલીએ ગુરુવારે જણાવ્યું કે તેમની પાર્ટી રિટેલમાં એફડીઆઇને મંજૂરી આપવાના કોંગ્રેસની યુપીએ સરકારના નિર્ણયનો છેક સુધી વિરોધ કરતા રહીશું.

રામલીલા મેદાનમાં કન્ફેડરેશન ઓફ ઇન્ડિયા ટ્રેડર્સ તરફથી આયોજીત રેલીમાં જેટલીએ જણાવ્યું કે, અમે વ્યાપારીયો અને આ દેશની જનતાની સાથે છીએ. તેમણે જણાવ્યું કે એફડીઆઇ અંતર્ગત 60-70 ટકા વ્યવસાય માત્ર બે-ત્રણ કંપનિયોના હાથમાં જ રહી જશે. જે ખેડૂતો માટે નુકસાનકારક રહેશે.

તેમણે જણાવ્યું કે ખેડૂતોની પાસે પોતાના ઉત્પાદનો કંપનીઓને વેચવા સિવાય કોઇ વિકલ્પ નહી રહે. વિક્રેતાઓની સંખ્યા જ્યારે ઘટશે તો ખેડૂતોને કેવી રીતે લાભ થઇ શકશે.

રેલીમાં ભાજપાના અધ્યક્ષ રાજનાથ સિંહ, પાર્ટીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી, દિલ્હી ભાજપાના અધ્યક્ષ વિજય ગોયલ તથા ભારતી કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા એબી વર્ધન પણ સામેલ હતા.

એફડીઆઇના વિરોધમાં વ્યાપારીઓએ ગુરુવારે વિવિધ બજારો બંધ રાખ્યા હતા. કન્ફેડરેશન ઓફ ઇન્ડિયા ટ્રેડર્સના દિલ્હી એકમના અધ્યક્ષ નરેન્દ્ર મદાન અનુસાર કમલા નગર, ચાવડી બજાર, કશ્મીરી ગેટ, તિલકનગરના બજાર ગુરુવારે બંધ રહે.

English summary
BJP always with farmers and traders, we keep protesting against FDI in retail said Arun jaitley.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X