ઠંડીમાં ફરીથી વધશે કોરોના વાયરસનો પ્રકોપ, એઈમ્સના ડાયરેક્ટરે આપ્યુ મોટુ નિવેદન
કોરોના વાયરસના પ્રકોપનો બીજો દોર ઠંડીમાં જોવા મળવાની સંભાવના છે.
આખી દુનિયા અત્યારે કોરોના વાયરસ(કોવિડ-19) મહામારી સામે લડી રહી છે. દુનિયાભરમાં આના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દુનિયાભરમાં અત્યાર સુધી કોરોનાથી 33 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. વળી, અત્યાર સુધી બે લાખથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. ભારતમાં કોરોનાના કેસ વધીને 46433 થઈ ગયા છે તેમજ 12726 લોકો રિકવર પણ થઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધી 1568 લોકોના જીવ ગયા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. 3900 નવા કેસ અને 195 લોકોના મોત એક દિવસમાં થયા છે. કોરોના વિશે ઑલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઑફ મેડીકલ સાયન્સ(એઈમ્સ) દિલ્લીના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે કોરોનાની અસર લાંબા સમય સુધી રહેવાની છે અને જે સ્થિતિ છે તે હિસાબે એમ કહી શકાય છે કે જલ્દી આનાથી મુક્તિ નહિ મળે.

ઠંડીમાં ફરીથી વધશે કોરોનાનો પ્રકોપ
ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર ગુલેરિયાએ કહ્યુ કે કોરોના વાયરસના પ્રકોપનો બીજો દોર ઠંડીમાં જોવા મળવાની સંભાવના છે. તેમણે કહ્યુ કે આપણે આ મહામારીને લાંબા સમય સુધી જોવી જોઈએ કે જે એક વર્ષથી વધુ પણ હોઈ શકે છે એટલા માટે આની સામે લડવા માટે દેશના અલગ અલગ ભાગો માટે અલગ અલગ રણનીતી બનાવવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે ડૉ. ગુલેરિયા એ ટીમનો હિસ્સો છે જે કોરોના મહામારી સામે લડવાની રણનીતિ બનાવવા માટે રચવામાં આવેલી છે. ડૉ. ગુલેરિયાએ કહ્યુ કે સરકારે વાયરસને અટકાવવા માટે અને આર્થિક ગતિવિધિઓ વચ્ચે એક સંતુલન બનાવવાની જરૂર છે અને ઘણા રિસર્ચ પર કામ કરવાની જરૂર છે. આમાંથી એક પ્લાઝમા થેરેપી છે પરંતુ આના પરિણામ આવવામાં બે-ત્રણ મહિના લાગી શકે છે.
આવનારા દિવસોમાં સ્થિતિ વધુ ખરાબ થવાની
તમને જણાવી દઈએ કે આ પહેલા અમેરિકાના રોગ કેન્દ્રના નિર્દેશક નિયંત્રણ અને રોકથામ (સીડીસી)હૉબર્ટ રેડફીલ્ડે કહ્યુ હતુ કે અમેરિકા માટે આવનારા દિવસોમાં સ્થિતિ વધુ ખરાબ થવાની છે. તેમણે કહ્યુ કે સંયુક્ત રાજ્ય અમેરિકામાં કોરોના વાયરસની બીજી લહેર ખૂબ ખરાબ હશે કારણકે ફ્લુની ઋતુ શરૂ થવાની સંભાવના છે. ઉ્લ્લેખનીય છે કે ભારતમાં કોરોના સંક્રમણના કેસ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી વધુ છે. મહારાષ્ટ્રમાં આ મહામારીથી પીડિતોની સંખ્યા 12974 છે જ્યારે કુલ મોત 548 છે. ગુજરાતમાં કોરોના સંક્રમણના 5428 કેસ છે અને 290 લોકોના મોત થયા છે. ત્યારબાદ દિલ્લીમાં 4549, મધ્ય પ્રદેશમાં 2846, રાજસ્થાનમાં 2886 અને તમિલનાડુમાં 3023 કેસ સામે આવી ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
