શા માટે એક સમયના મોદી વિરોધી અકબર ભાજપમાં જોડાયા?

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 માર્ચઃ એમજે અકબર ભાજપમાં જોડાયા તેનાથી અનેક લોકો આશ્ચર્ય પામ્યા હશે. તેઓ એક પૂર્વ પત્રકાર, ભૂતપૂર્વ સાંસદ અને પૂર્વ કોંગ્રેસી સભ્ય છે. એક સમયે તેઓ ગુજરાતના મુખ્યમંત્રીના પ્રખર વિરોધી હતા. શનિવારે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, એટલું જ નહીં તેમણે મોદીના વખાણ પણ કર્યા હતા.

તેણે મોદીના વખાણ કરતા કહ્યું, ‘ 10 વર્ષની અંદર જે પ્રકારની ઉંડી તપાસમાંથી મોદી પસાર થયા છે, તેવી તપાસમાંથી અન્ય કોઇ રાજકારણી પસાર થયા નથી. પોલીસ, કેન્દ્ર સરકાર, સીબીઆઇ, કોર્ટ દ્વારા રચવામાં આવેલી સંસ્થા દ્વારા તેમના વિરુદ્ધ તપાસ કરવામાં આવી હતી. જે લોકો આ મુદ્દાને દર વખતે ઉછાળે છે, તેમને ગુજરાત રમખાણ પરના ક્રિષ્ના રિપોર્ટને વાંચી લેવો જોઇએ.

mj-akbar-modi
આ પત્રકારે તેઓ શા માટે ભાજપ સાથે જોડાયા છે અને શા માટે તેઓ નરેન્દ્ર મોદીનું સમર્થન કરી રહ્યાં છે એ અંગે તેમણે ઇકોનોમિક્સ ટાઇમ્સલખ્યું છે. તેમણે 2013માં મોદીની રેલીમાં થયેલા બોમ્બ વિસ્ફોટનો ઉલ્લેખ કરીને તેમણે પોતાના લેખમાં લખ્યું છે કે, મોદીએ એ સમયે બે સમુદાયો વચ્ચે વેરનું રાજકારણ ખેલવાના બદલે બે સમુદાયો વચ્ચે શાંતિ જાળવી રાખવાની વાત કરી હતી.

‘મોદી એ સમયે ભાવુક થવાના સામાન્ય રહ્યા હતા. ઇકોનોમિક વિઝન પર તેમનું સ્પષ્ટ ધ્યાન હતું. આ એક ફિટ પેટર્ન છે. ગયા વર્ષે 15 ઑગસ્ટના ભાષણમાં મોદીએ કહ્યું હતું કે, લોકસેવામાં દરેકનો એક જ ધર્મ હોય છે અને તે છે ભારતનું સંવિધાન. ' તેમ અકબરે કહ્યું છે.

નોંધનીય છેકે એક સમયે અકબર મોદીના પ્રખર ટીકાકાર હતા. ત્યારે હવે શા માટે તેમનામાં બદલાવ આવ્યો? એ અંગે તેમણે લખ્યું છે, ‘ મે જે તે સમયે રમખાણો સામે જેટલા પ્રશ્નો ઉઠાવ્યા હતા તે અન્યો કરતા વધારે હતા. જેનો જવાબ વિરોધાભાસ રીતે 10 વર્ષમાં મળ્યો છે, યુપીએ સરકાર દ્વારા રાજ્યના મુખ્યમંત્રીની ભૂલને પકડવા માટે એડી ચોંટીનું જોર લગાવી દીધું હતું, ઝીણવટભરી તપાસ કરાવવામાં આવી. પોતાની બે ફૂલ ટર્મમાં મોદીએ યુપીએ સરકારના આદેશ હેઠળ કામ કરતી સંસ્થાઓનો સામનો કર્યો છે.' આ ઉપરાંત કેટલીક સંસ્થાઓએ કંઇપણ કરીને મોદીની ભૂલ શોધવા પ્રયાસ કર્યો પરંતુ તેમને કંઇ મળ્યું નથી.

તેમણે કહ્યું, ‘મોદી જ્યારે 100 નવા શહેરોના નિર્માણની વાત કરે છે ત્યારે તેઓ દરેક નવી ટાઉનશીપમાં રોજગારીની તકોને નિહાળે છે. આંકડાઓ પર નજર ફેરવીએ તો લોકોમાં ગુસ્સો છે, છેલ્લા દશકામાં માત્ર 2 ટકાની સરેરાશ એવરેજથી રોજગારીમાં વિકાસ નોંધાયો છે, જો યુપીએ સરકારના પહેલા પાંચ વર્ષના કાર્યકાળમાં આ રેટ વધારે હતા ત્યારે ઇકોનોમી સારી હતી, જે યુપીએની બીજી ટર્મમાં 2 ટકા કરતા નીચે જતા રહ્યાં છે. રાષ્ટ્ર સિદ્ધિની પ્રતિક્ષામાં છે અને આશાઓ ડૂબી ગઇ છે.'

‘તેમાં આગળ જવાનો એક જ રસ્તો છે. એ માટે આપણી સામે તકે છે. માત્ર એક વ્યક્તિ(મોદી) છે જે રાષ્ટ્રને આ સંકટોમાંથી બહાર કાઢી શકે છે અને તેનું નામ તમે જાણો છો.' આવું તેમણે તેમના લેખમાં કહ્યું છે.

English summary
MJ Akbar's entry to BJP fold was a surprise for many. The veteran journalist is an ex-Congress member and former MP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X