For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેકફુટ પર જેટલી, બધા નામો સોંપશે સુપ્રીમ કોર્ટને!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 ઓક્ટોબર: કાળા નાણા પર સુપ્રીમ કોર્ટ તરફથી કેન્દ્ર સરકારને જોરદાર ફટકારમાં આવતીકાલ સુધી તમામ નામ સોંપવાના આદેશ બાદ સરકાર બેકફુટ પર આવી ગઇ છે. નાણા મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે સરકાર કાળા નાણા પર તમામ ખાતાધારકોના નામ બતાવવા તૈયાર છે.

જેટલીએ જણાવ્યું કે અમે સુપ્રીમ કોર્ટ તરફથી ગઠિત એસઆઇટીને સંપૂર્ણ લિસ્ટ સોંપી દીધી છે. જ્યારે અમે એસઆઇટીને સંપૂર્ણ લિસ્ટ સુપરત કરી દીધી છે તો કોર્ટને સોંપવામાં શું વાંધો છે. કોર્ટના નિર્દેશનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે. જેટલીએ જણાવ્યું કે કોઇપણ એજન્સી આ મામલાની તપાસ કરે, અમને કોઇ વાંધો નથી. સરકાર કોઇને પણ બચાવવા નથી માંગતી અને સરકાર તમામ નામ કોર્ટને સોંપશે.

arun
બતાવી દઇએ કે આની પહેલા અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે ચાર્જશીટ દાખલ કર્યા વગર તમામ નામ સાર્વજનિક કરી શકાય નહીં કારણ કે તેનાથી આંતરરાષ્ટ્રીય સંધીનું ઉલ્લંઘન થાય છે. જોકે સરકારે ગઇકાલે ત્રણ નામો છતા કર્યા હતા. સરકારના આ પગલા પર સવાલ ઉઠવા લાગ્યા હતા અને બાકીના નામો પર ખુલાસા કરવાની વાત ઉઠવા લાગી હતી.

જ્યારે કોંગ્રેસે તેને લઇને સરકાર પર હુમલો કર્યો છે. કોંગ્રેસી નેતા અજય માકને જણાવ્યું કે સરકાર બતાવે કે 800 નામોમાંથી માત્ર 136 નામ જ જાહેર કરવાની શા માટે વાત કરે છે. બાકીના નામ શા માટે જાહેર નથી કરતી સરકાર. સરકાર કાળા નાણા પર બ્લેકમેલની રાજનીતિ કરી રહી હતી. અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ.

English summary
Government to disclose all names to Supreme Court tomorrow, says Arun Jaitley.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X