કોંગ્રેસ પ્યાદાઓની સામે વજીર લેવાના મૂડમાં, મોદી અંગે કરશે ખૂલાસો!

kapil sibal
નવી દિલ્હી, 13 : સુપ્રીમ કોર્ટ અને વિપક્ષના દબાણમાં ગયા અઠવાડિયે બે મંત્રીઓના રાજીનામાં લીધા બાદ કોંગ્રેસ બીજેપીની મોટી વિકેટ પાડવા માટેની તૈયારી કરી રહી છે. ટેલિકોમ મંત્રી કપિલ સિબ્બલે કાનૂનમંત્રીનો વધારાનો કાર્યભાર સંભાળતા સોમવારે જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને લઇને ટૂંક સમયમાં મોટો ખુલાસો કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે આનાથી મોદી અને બીજેપીનું બેવડું માપદંડ બધાની સામે આવી જશે. જોકે તેમણે એ નથી જણાવ્યું કે આ ખુલાસો શેના વિશે હશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અશ્વિની કુમાર અને પવન બંસલના રાજીનામા બાદ ટેલિકોમ મંત્રી કપિલ સિબ્બલને કાનૂન મંત્રાલયનો વધારાનો કાર્યભાર આપવામાં આવ્યો છે. જ્યારે રેલ મિનિસ્ટરની જવાબદારી માર્ગ પરિવહન મંત્રી સીપી જોશીને સોંપવામાં આવી છે.

ભ્રષ્ટાચાર અને સીબીઆઇની તપાસમાં દખલ આપનાર મામલામાં બે મંત્રીઓની બલિ લીધા બાદ કોંગ્રેસ બીજેપી સાથે હિસાબ બરાબર કરવા માટે તલપાપડ છે. આવામાં જો કોંગ્રેસ મોદીને મુશ્કેલીમાં મૂકી શકશે, તો શેરના માથે સવાશેર કહેવાશે અને લોકસભા ચૂંટણી પહેલા બીજેપી મોટી મૂશ્કેલીમાં ફંસાઇ જશે.

સિબ્બલ ઇશારાઓમાં કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદીને ઉઘાડા પાડવામાં આવશે, પરંતુ સરકારી સૂત્રોનું કહેવું છે કે ગુજરાત રમખાણો સાથે જોડાયેલ કોઇ મામલામાં મોદીને ઘેરવાની તૈયારી થઇ ગઇ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદીના વકીલ રામ જેઠમલાણી, તેમના પ્રિન્સિપલ સેક્રેટરી અને પબ્લિક પ્રોસિક્યૂટરની વચ્ચે સાંઠગાંઠના પૂરાવાનો બંદોબસ્ત કોંગ્રેસે કરી લીધો છે. કોંગ્રેસની તૈયારી આ ખુલાસા થકી યોગ્ય સમયે મોદીની વિકેટ લેવાની છે. આના પરથી એવું જણાઇ રહ્યું છે કે કોંગ્રેસે પોતાના બે પ્યાદા ગુમાવ્યા બાદ બીજેપીના વજીર સમાન નરેન્દ્ર મોદીને ચિત્ત કરવાની તૈયારી કરી રહ્યું છે જોઇએ કે કોણ કોને ભારે પડે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X