For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં ગઠબંધનની સરકાર બનશેઃ સંજય રાઉત

મહારાષ્ટ્રમાં ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં ગઠબંધનની સરકાર બનશેઃ સંજય રાઉત

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મારાષ્ટ્રમાં સરકાર બનાવવાની કવાયત સતત ચાલી રહી છે. ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્યમંત્રી પદને લઈ ખેંચતાણ થવાને પગલે શિવસેનાએ ભાજપથી પોતાનો રસ્તો અલગ કરી લીધો છે. જે બાદ શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે મળી સરકાર બનાવવાની કવાયત શરૂ કરી દીધી છે. જો કે શરૂઆતી તબક્કામાં એનસીપી-કોંગ્રેસ તરફથીસમર્થન પત્ર ન મળવાના કારણે શિવસેના સરકાર ના બનાવી શકી, જેને પગલે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું. પરંતુ એકવાર ફરી શિવસેના તરફથી સરકાર બનાવવાને લઈ મોટું નિવેદન કરવામાં આવ્યું છે.

ભાજપ પર નિશાન સાધ્યું

ભાજપ પર નિશાન સાધ્યું

શિવસેનાના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા સંજય રાઉતે ઈન્ડિય ટુડે સાથે વાત કરતા કહ્યું કે મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકાર ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં બનશે. અગાઉ સંજય રાઉતે ટ્વીટ કરી ભાજપ પર પ્રહાર કર્યો હતો. તેમણે હબીબ ઝાલિબની શાયરી 'તુમસે પહલે વો જો એક શખ્સ યહાં તખ્ત-નશીં થા, ઉસ કો ભી અપને ખુદા હોને પે ઈતાના હી યકીં થા' શેર કરી ભાજપ પર પ્રહાર કર્યો હતો.

એનસીપી પણ સરકાર બનાવવાના પક્ષમાં

એનસીપી પણ સરકાર બનાવવાના પક્ષમાં

જણાવી દઈએ કે અગાઉ એનસીપી મુખ્યા શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં સરકાર બનવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને જલદી જ રાજ્યમાં નવી સરકાર બની જશે. પવારે કહ્યું કે નવી સરકાર પાંચ વર્ષ સુધી ચાલશે, એવામાં વચગાળાની ચૂંટણીને લઈ કહેવામાં આવી રહેલ વાતોનો કોઈ મતલબ નથી.

સીટોનું ગણિત શું છે

સીટોનું ગણિત શું છે

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 24 ઓક્ટોબરે ચૂંટણી પરિણામ ઘોષિત કરવામાં આવ્યા હતા. પ્રદેશમાં કુલ 288 વિધાનસભા સીટ છે, અહીં બહુમત માટે 145 સીટની જરૂરત છે. ભાજપે આ ચૂંટણીમાં કુલ 105 સીટ પર જીત નોંધાવી હતી. જ્યારે શિવસેનાએ 56 અને એનસીપીએ 54 સીટ પર જીત નોંધાવી હતી. તથા 44 સીટ સાથે કોંગ્રેસ ચોથા સ્થાને રહી હતી. ત્યારે જોવાની વાત એ છે કે શું એનસીપી-કોંગ્રેસ જે શિવસેનાની વિચારધારાથી બિલકુલ ઉલટી છે, તે સરકાર બનાવવામાં સફળ થાય છે કે નહિ.

ચાર વાવાઝોડાં અને કમોસમી વરસાદને કારણે ગુજરાતી ખેડૂતોને 8000 કરોડનું નુકસાનચાર વાવાઝોડાં અને કમોસમી વરસાદને કારણે ગુજરાતી ખેડૂતોને 8000 કરોડનું નુકસાન

English summary
we will form government in maharashtra by first week of december says sanjay raut
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X