દેશની આ 22 જગ્યાઓએ ગરમીથી ત્રાહિમામ, યુપીના પ્રયાગરાજમાં પારો પહોંચ્યો 45.9 ડિગ્રી
નવી દિલ્લીઃ દેશભરમાં ભીષણ ગરમીના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પૂર્વ ભારતમાં ગરમીની વાત કરીએ તો બપોરે ઘરમાંથી બહાર નીકળવુ મુશ્કેલ બની ગયુ છે. ધોમધખતો તાપ અને શરીરને દઝાડતી ગરમ હવાના કારણે સામાન્ય જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયુ છે. 28 એપ્રિલે દેશની 22 જગ્યાઓએ પારો 45 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. મહત્વની વાત એ છે કે હજુ એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે અને મે-જૂનના પ્રકોપનો હજુ લોકોએ સામનો કરવાનો છે.

પ્રયાગરાજ સૌથી ગરમ
પ્રયાગરાજમાં સૌથી વધુ ગરમી છે. અહીં પારો સૌથી વધુ નોંધવામાં આવ્યો છે. પ્રયાગરાજમાં પારો 45.9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. સમગ્ર ભારતમાં જબરદસ્ત લૂનો પ્રકોપ લોકોને સહન કરવો પડી રહ્યો છે. ચંદરપુર અને દિલ્લીના બી 2621 રસ્તા તાપની ભઠ્ઠી બની ગયા છે. આ રસ્તાઓ પર ચાલવુ મુશ્કેલીભર્યુ છે. તાપ અને લૂના કારણે લોકોના હાલ-બેહાલ છે.

આ જગ્યાઓ સૌથી ગરમ
સીઓએમકેના બ્લૉગર નટરાજને દેશભરમાં ગરમ વિસ્તારોના આંકડા એકઠા કર્યા છે. તેમણે જે આંકડા શેર કર્યા છે તે મુજબ ચુરુ, દિલ્લી, શ્રીગંગાનગર, આગ્રા, ગ્વાલિયર, કાનપુર, ઈલાહાબાદ, ખજુરાહો, ડાલ્ટનગંજ, રાજગઢ, દામોહ, રતલામ, ખરગોન, ખાંડવા, જલગાંવ, અકોલા, વર્ધા, બ્રહ્મપુરી, કંડલામાં પારો સૌથી વધુ છે.

આગલા 4-5 દિવસ લૂ વધી શકે છે
આવનારા 4-5 દિવસોમાં યુપી, બિહાર, પંજાબ, દિલ્લી, ચંદીગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ગુજરાત, ઓરિસ્સા, ચંદીગઢ, હરિયાણામાં 2 મે સુધી જબરદસ્ત ગરમી પડવાનુ અનુમાન છે. સાથે જ લોકોને ભીષણ લૂ સહન કરવી પડશે. હવામાન વિભાગે કહ્યુ કે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, વિદર્ભમાં લૂને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે. ઉત્તર-પશ્ચિમ ભારતના ભાગોમાં અને મધ્ય ભારતના ભાગોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

આ જગ્યાઓએ મળી શકે છે રાહત
નોંધનીય વાત છે કે હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યુ છે કે 30 એપ્રિલે પંજાબ, દિલ્લી, ઉત્તર પ્રદેશ, હરિયાણામાં ધૂળ ભરેલી આંધી ચાલી શકે છે. જેનાથી અમુક જગ્યાએ છૂટોછવાયો હળવો વરસાદ પણ થઈ શકે છે. પરંતુ હાલમાં લોકોને જરુર વિના ઘરમાંથી બહાર ના નીકળવાની સલાહ આપવામાં આવી છે.