For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Delhi Coldest Day: ઠંડીથી ઠુઠવાયુ દિલ્લી, પારો 2.8 ડિગ્રી, સિઝનનો સૌથી ઠંડો દિવસ, હવામાન વિભાગનુ એલર્ટ

દિલ્લી હાલમાં ઠંડીથી ઠુઠવાઈ રહ્યુ છે. પારો ગગડીને 2.8 ડિગ્રીએ પહોંચી ગયો છે. જાણો હવામાન વિભાગે શું આગાહી કરી છે.

|
Google Oneindia Gujarati News

Delhi Coldest Day: દેશની રાજધાની દિલ્લી કોલ્ડ વેવ અને ગાઢ ધૂમ્મસથી પરેશાન છે. ભારતીય હવામાન વિભાગે શીત લહેરનુ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. આગલા ત્રણ દિવસ સુધી હજુ ઠંડીથી કોઈ રાહત મળવાના અણસાર નથી. બુધવારે અહીં લઘુત્તમ તાપમાન 4.4 ડિગ્રી હતુ જે આજે ગગડીને સફજરગંજમાં 2.8 ડિગ્રીએ પહોંચી ગયુ છે.

હવામાન વિભાગે આપ્યુ એલર્ટ

હવામાન વિભાગે આપ્યુ એલર્ટ

ભારતીય હવામાન વિભાગે અહીં શીતલહર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે અને કહ્યુ છે કે લોકોને આગામી ત્રણ દિવસ સુધી ઠંડીથી રાહત નહીં મળે. દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને યુપીમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે ઠંડીનો સામનો કરવો પડશે. અહીં દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ નહીં હોય અને ઠંડી વધશે.

ઠંડીમાં જબરદસ્ત વધારો થશે

ઠંડીમાં જબરદસ્ત વધારો થશે

હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ ઠંડી વધી છે.હાલમાં પહાડો પર બર્ફીલા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી ગઈ છે. આગામી 24 કલાકમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા થશે, જેના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીમાં જબરદસ્ત વધારો થશે. હવામાન વિભાગનો અંદાજ છે કે દિલ્લીમાં 5થી 7 જાન્યુઆરીની વચ્ચે લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી અને મહત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી ઓછુ રહી શકે છે.

અહીં થઈ શકે છે વરસાદ

અહીં થઈ શકે છે વરસાદ

હવામાન વિભાગે આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં હળવો વરસાદ થવાની સંભાવના છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીમાં વધારો થશે. 7 જાન્યુઆરી પછી વરસાદ અને કોલ્ડવેવનો આ સમયગાળો ઘટશે.

ધૂમ્મસના કારણે ટ્રેનો મોડી

ધૂમ્મસના કારણે ટ્રેનો મોડી

દિલ્લી એરપોર્ટે ફોગ એલર્ટ જાહેર કર્યુ છે અને મુસાફરોને એરપોર્ટ સાથે જોડાયેલા રહેવા માટે કહેવામાં આવ્યુ છે, જોકે દિલ્લી એરપોર્ટ પર ફ્લાઈટ્સ સામાન્ય છે. વળી, ધુમ્મસને કારણે ઘણી ટ્રેનો મોડી ચાલી રહી છે અને અમુક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યુ કે આગામી 72 કલાકમાં દિલ્લીમાં તીવ્ર ઠંડી પડશે અને આજે અહીં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી અને મહત્તમ તાપમાન 17-18 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે.

English summary
Weather: Delhi is chilled with cold wave and fog, its coldest day says imd and issues alert
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X