For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Alert: દેશના આ રાજ્યોમાં આગલા 3-4 દિવસ થશે સતત વરસાદ, જાણો તમારા શહેરમાં કેવી રહેશે મોસમ

ભારતના ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ ભાગોના ઘણા રાજ્યોમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ થયો છે. જાણો હવામાન અપડેટ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતના ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ ભાગોના ઘણા રાજ્યોમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ થયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા મુજબ આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન પશ્ચિમ હિમાલય પ્રદેશ, રાજસ્થાન, મધ્ય ભારત અને ઓરિસ્સામાં ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. 23 અને 25 જુલાઈ વચ્ચે ગુજરાતમાં વરસાદની ગતિવિધિઓ વધુ વધી શકે છે. IMDએ તેના હવામાન બુલેટિનમાં જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્લી અને ચંદીગઢમાં ભારે વરસાદની આગાહી કરી છે.

જાણો કયા-કયા રાજ્યોમાં થશે વરસાદ

જાણો કયા-કયા રાજ્યોમાં થશે વરસાદ

હવામાન એજન્સી ભારતીય હવામાન ખાતુ(IMD)એ જણાવ્યુ, "23થી 26 તારીખ દરમિયાન જમ્મુ કાશ્મીર, 25 તારીખ દરમિયાન હિમાચલ પ્રદેશ, 23-24 તારીખ સુધી ઉત્તરાખંડ, 23 અને 25 તારીખ સુધી પંજાબ અને હરિયાણા, રાજસ્થાનમાં 22થી 26 જુલાઈ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. અન્યથા વ્યાપક રીતે ગાજવીજ સાથે છૂટોછવાયો હળવો અથવા મધ્યમ વરસાદ થઈ શકે છે.

પૂર્વ રાજસ્થાનમાં ભારે વરસાદની સંભાવના

પૂર્વ રાજસ્થાનમાં ભારે વરસાદની સંભાવના

શનિવારે એટલે કે આજે પૂર્વ રાજસ્થાનમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન છત્તીસગઢ, વિદર્ભ અને મધ્યપ્રદેશમાં વ્યાપક હળવા અથવા મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારમાં વાવાઝોડુ અથવા વીજળી પડવાની પણ શક્યતા છે. છત્તીસગઢમાં 23 અને 24 જુલાઈએ ભારે વરસાદની સંભાવના છે.

બિહાર-ઝારખંડમાં પણ થશે વરસાદ

બિહાર-ઝારખંડમાં પણ થશે વરસાદ

વિદર્ભમાં 23 જુલાઈએ અને મધ્યપ્રદેશમાં 25 જુલાઈ સુધી આવુ જ હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે. ઓરિસ્સા, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળમાં પણ વ્યાપક વરસાદની શક્યતા છે. અને આગામી થોડા દિવસો દરમિયાન સિક્કિમ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ વરસાદ પડશે.

આ રાજ્યોમાં પણ થશે વરસાદ

આ રાજ્યોમાં પણ થશે વરસાદ

IMDએ જણાવ્યુ હતુ કે, "23મીથી 26મી દરમિયાન ઓરિસ્સામાં ભારે વરસાદની સંભાવના છે, 23મી અને 26મીએ ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ખૂબ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય સહિત ઉત્તરપૂર્વીય રાજ્યો, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

English summary
Weather forecast Alert: heavy rainfall to continue Western Himalayan Region, central India during 3-4 days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X