For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રાજ્યોમાં ગરમીનો પારો આસમાને પહોંચશે, Orange Alert જાહેર

આ રાજ્યોમાં ગરમીનો પારો આસમાને પહોંચશે, Orange Alert જાહેર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના સંકટ વચ્ચે ભારતે હવે હવામાનનો માર સહન કરવો પડી રહ્યો છે, પાછલા બે દિવસમાં કેટલાય રાજ્યોમાં પારો ચાલીસને પાર પહોંચી ગયો છે, જેનાથી લોકોનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે, ભારતીય હવામાન વિભાગે પોતાના લેટેસ્ટ અપડેટમાં ગરમી વધવાની વાત કહી છે, આઈએમડીએ રવિવારે કહ્યું કે આગલા 4-5 દિવસ સુધી હવામાન આવું જ બની રહેશે, માટે હવામાન ખાાએ કેટલીક જગ્યાઓ માટે ઓરેન્જ અલર્ટ જાહેર કરી દીધુ છે, વિભાગ મુજબ આગલા બે દિવસ વધુ ગરમ હવા ચાલવાની આશંકા છે અને લોકોને ઘરે જ રહેવાની અપીલ કરવામાં આવી છે.

હવે ગરમ હવાનો કહેર વરસશે

હવે ગરમ હવાનો કહેર વરસશે

મીડિયા સાથે વાત કરતા ભારતીય હવામાન ખાતાના વૈજ્ઞાનિક ડૉ. એન કુમારે જણાવ્યું કે પંજાબ, હરિયાણા, દક્ષિણી યૂપી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને તટીય આંધ્ર પ્રદેશમાં તાપમાનમાં વધારો યથાવત રહેશે અને આગલા 5 દિવસમાં આ ક્ષેત્રોમાં હીટવેવથી લઈ ગંભીર હીટવેવ જોવા મળશે અને કેટલાક સ્થળોએ તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે માટ આ જગ્યાએ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જ્યારે વિભાગે કહ્યું કે આગામી દિવસોમાં રાજધાની દિલ્હી સહિત એનસીઆરમાં ભીષણ ગરમી પડશે અને અહીં પારો 46 ડિગ્રીને પાર કરી શકે છે.

દિલ્હીમાં હજી ગરમી વધશે

ભારતીય હવામાન વિભાગે કહ્યું કે અમ્ફાને જમ્મુ-કાશ્મીરના ઉપરી બનેલ વિક્ષોભને બિનઅસર કરી દીધો છે, અમ્ફાનના કારણે હવાનું વલણ બદલાયું છે, હવે રાજસ્થાન તરફથી રાજધાની દિલ્હીમાં હવાનો પ્રવાહ વધી રહ્યો છ, જેના કારણે હવે દિલ્હીમાં ગરમી હજી પણ વધશે.

આ રાજ્યોમાં ઓરેન્જ અલર્ટ

સ્કાઈમેટ વેધર મુજબ આગલા 24 કલાક દરમિયાન આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, કેરળ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, જમ્મુ-કાશ્મી, મુઝફ્ફરાબાદ, ગિલગિટ- બાલ્ટિસ્તાન અને હિમાચલ પ્રદેશમાં વરસાદ જ્યારે પંજાબ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા અને આંધ્ર પ્રદેશના કેટલાક વધુ ભાગો પર હીટવેવની આશંકા વ્યક્ત કરી છે.

કેરળમાં ચોમાસું મોડું પહોંચશે

કેરળમાં ચોમાસું મોડું પહોંચશે

Southwest Monsoonને કેરળ તટ પર પહોંચવામાં 5 જૂન સુધીનો સમય લાગી શકે છે, સામાન્ય રીતે અહીં મૉનસૂનનો પહેલો વરસાદ 1 જૂને થઈ જાય છે, જો કે આઈએમડીના ડાયરેક્ટર મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું હતું કે ચક્રવાત મૉનસૂનની પ્રગતિમાં મદદ કરશે, જે આ વર્ષે સામાન્ય રહેવાની સંભાવના છે, વિભાગે કહ્યુ કે રાજધાની દિલ્હીમાં મૉનસૂનની સામાન્ય શરૂઆત 23 જૂનથી 27 જૂન વચ્ચે થશે તો બીજી તરફ મુંબઈ અને કોલકાતામાં ચોમાસાની શરૂઆત ક્રમશઃ 10 અને 11 જૂન વચ્ચે પહોંચશે અને ચેન્નઈમાં 1થી 4 જૂન સુધી તે પહોંચવાની સંભાવના છે, જ્યારે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ચોમાસું હાલની સામાન્ય તારીખોની સરખામણીએ 3-7 દિવસ મડું આવશે.

મહારાષ્ટ્રે 31 મે સુધી ઘરેલૂ ઉડાણના સંચાલન પર રોક લગાવીમહારાષ્ટ્રે 31 મે સુધી ઘરેલૂ ઉડાણના સંચાલન પર રોક લગાવી

English summary
weather forecast: Delhi expected to touch 46 degrees Celcius on 26th May
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X