For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Update: ઉત્તર ભારતમાં હાડ ધ્રૂજાવી દેતી ઠંડી, હવામાન વિભાગે આપ્યુ એલર્ટ, 7 જાન્યુઆરી સુધી સ્કૂલો બંધ

સમગ્ર ઉત્તર ભારતમાં કડાકાની ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે એલર્ટ આપ્યુ છે. જાણો હવામાન અપડેટ.

|
Google Oneindia Gujarati News

Weather Update: સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. મેદાની વિસ્તારોમાં ભીષણ ઠંડી પડી રહી છે. દિલ્લી-એનસીઆરસહિત જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં હાડ ધ્રૂજાવી દેતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજુ આ ઠંડીમાંથી રાહત મળવાના અણસાર નથી.

7 જાન્યુઆરી સુધી સ્કૂલો બંધ

7 જાન્યુઆરી સુધી સ્કૂલો બંધ

રાજધાની દિલ્લીમાં મંગળવારે તાપમાન લઘુત્તમ 7 અને મહત્તમ 17 ડિગ્રી રહેવાનુ અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યુ છે. વળી, ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં ગાઢથી અતિ ગાઢ ધૂમ્મસ અને કોલ્ડ વેવની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ઠંડીના કારણે 4 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી બધી સરકારી અને ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

શ્રીનગરમાં પારો શૂન્યથી પાંચ ડિગ્રી વધુ નીચે

શ્રીનગરમાં પારો શૂન્યથી પાંચ ડિગ્રી વધુ નીચે

ધૂમ્મસ અને ઠંડીના કારણે સવારના સમયમાં વિઝિબિલિટી શૂન્ય સુધી પહોંચી જાય છે. જનજીવન અને વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયુ છે. ધૂમ્મસના કારણે લાંબા અંતરની ટ્રેનો વિલંબથી ચાલી રહી છે અને ઘણી ટ્રેનો રદ કરવી પડી છે. જેના કારણે મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પંજાબ અને હરિયાણામાં કડાકાની ઠંડી પડી રહી છે. કાશ્મીરમાં કોલ્ડવેવ વધુ તીવ્ર બની ગયુ છે. જ્યારે શ્રીનગરમાં પારો શૂન્યથી પાંચ ડિગ્રી વધુ નીચે ગગડી ગયો છે. ગુલમર્ગ અને પહેલગામાં અત્યાર સુધીનુ સૌથી ઓછુ તાપમાન નોંધવામાં આવ્યુ છે.

હિમવર્ષા સાથે વરસાદ પણ પડશે

હિમવર્ષા સાથે વરસાદ પણ પડશે

હવામાન વિભાગે આગલા થોડા દિવસો સુધી ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડો પર હિમવર્ષા સાથે વરસાદ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. હિમાલયી વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલ હિમપાતના કારણે પારો શૂન્યથી નીચે જતો રહ્યો છે. ઘણી જગ્યાએ પાણી જામી ચૂક્યુ છે.

સ્કાઈમેટ વેધરે પણ કરી હવામાન આગાહી

સ્કાઈમેટ વેધરે પણ કરી હવામાન આગાહી

ખાનગી હવામાન એજન્સી સ્કાઈમેટ વેધરના જણાવ્યા મુજબ પંજાબ, હરિયાણા, ઉત્તર રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ અને દિલ્લીના અમુક ભાગોમાં ગાઢ ધૂમ્મસ છવાઈ શકે છે. પંજાબ, હરિયાણા અને ઉત્તર રાજસ્થાનના અમુક ભાગોમાં કોલ્ડવેવની સ્થિતિ રહેવાની સંભાવના છે. પંજાબના અમુક ભાગો અને ઉત્તર રાજસ્થાનન સાથે હરિયાણાના અમુક ભાગોમાં કોલ્ડવેવ રહેશે. લગભગ આખા દેશમાં હવામાન સૂકુ રહેશે. માત્ર તટીય આંધ્ર પ્રદેશ સાથે તટીય તમિલનાડુના અમુક ભાગોમાં વરસાદ જોવા મળી શકે છે.

English summary
Weather Update: Cold wave in North India, IMD issued alert, schools closed till 7th January in Lucknow.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X