For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Update: આવતા સપ્તાહે આવી શકે છે ચોમાસુ, આ રાજ્યોમાં હીટવેવનુ એલર્ટ

કાળઝાળ ગરમી અને લૂની સ્થિતિ દરમિયાન હવામાન વિભાગે એક સારા સમાચાર આપ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કાળઝાળ ગરમી અને લૂની સ્થિતિ દરમિયાન હવામાન વિભાગે એક સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, 'સપ્તાહના અંત સુધી કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ બનશે.' અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ પર જલ્દી પહોંચ્યા બાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળ તરફ આગળ વધી રહ્યુ છે અને હવામાન વિભાગે આવતા સપ્તાહના મધ્ય સુધી તેના દસ્તકની સંભાવના વ્યક્ત કરી છે.

આ વર્ષે ચોમાસુ વહેલુ આવશે

આ વર્ષે ચોમાસુ વહેલુ આવશે

તમને જણાવી દઈએ કે ભારતીય હવામાન વિભાગે પાંચ દિવસ પહેલા 27 મે સુધી કેરળમાં ચોમાસાની શરુઆતની ભવિષ્યવાણી કરી હતી. પરંતુ જો આ સપ્તાહના અંત સુધી કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરુઆત થાય તો આવુ પહેલી વાર બનશે. આ પહેલા વર્ષ 2009માં ચોમાસુ 23 મેએ કેરળ પહોંચ્યુ હતુ. સામાન્ય રીતે કેરળમાં એક જૂને ચોમાસુ પહોંચે છે. વિભાગે કહ્યુ કે સપ્તાહના ઘણા દિવસ કેરળ અને તટીય તેમજ દક્ષિણ આંતરિક કર્ણાટકમાં પણ ભારે વરસાદનુ અનુમાન છે.

દિલ્લીમાં ગરમીનો દોર યથાવત

દિલ્લીમાં ગરમીનો દોર યથાવત

થોડી રાહત પછી સમગ્ર પશ્ચિમોત્તર ભારતમાં તાપમાન વધી ગયુ છે અને બાડમેરમાં 47.1 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ છે જે દેશમાં સર્વાધિક મહત્તમ તાપમાન છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લી અને તેની આસપાસના વિસ્તારોમાં ચોમાસુ સમય પહેલા દસ્તક દઈ શકે છે. રાજધાનીમાં શુક્રવારે ઝડપી પવન ફૂંકાવાના અણસાર છે તેમ ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ(આઈએમડી)એ માહિતી આપી. દિલ્લીમાં ગરમીનો દોર યથાવત છે.

આજે હીટવેવનો કહેર

આજે હીટવેવનો કહેર

તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય રાજધાનીમાં આજે તાપમાન લઘુત્તત 29 ડિગ્રી અને મહત્તમ 44 ડિગ્રી રહી શકે છે. દિલ્લીમાં ઘણા દિવસોથી તાપમાન 44થી 45 ડિગ્રી આસપાસ છે. લખનઉમાં તાપમાન લઘુત્તમ 26 ડિગ્રી અને મહત્તમ 44 ડિગ્રી રહી શકે છે. ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યોમાં આજે હીટવેવનો પણ કહેર જોવા મળી શકે છે. જો કે, 22થી 24 મે વચ્ચે વરસાદ થવાની સંભાવનાના કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.

આ જગ્યાએ પડશે વરસાદ

આ જગ્યાએ પડશે વરસાદ

ખાનગી એજન્સી સ્કાઈમેટના જણાવ્યા મુજબ આવતા 24 કલાક દરમિયાન તટીય કર્ણાટક, ઉત્તરી આંતરિક કર્ણાટક, કેરળના અમુક ભાગો, લક્ષદ્વીપ, અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, પશ્ચિમ આસામ અને મેઘાલયમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે અમુક જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે. બાકી પૂર્વોત્તર ભારત, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, બિહારના પૂર્વી ભાગો, રાયલસીમાના અમુક ભાગો, તમિલનાડુ, જમ્મુ કાશ્મીર, ગિલગિટ બાલ્ટીસ્તાન, મુઝફ્ફરાબાદ, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

English summary
Weather Update: Heatwave alert in some state, south west monsoon likely to reach keral early next week.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X