For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Update: દિલ્લીમાં ગાત્રો થિજાવી દેતી ઠંડી, ધૂમ્મસના લીધે 32 ટ્રેનો મોડી, એરપોર્ટ માટે એડવાઈઝરી જાહેર

દિલ્લીમાં ગાત્રો થિજાવી દેતી ઠંડી પડી રહી છે. લોકો ઠંડા પવનોમાં ઠુઠવાઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

Weather Update: સમગ્ર ઉત્તર ભારતમાં હાડ ધ્રૂજાવી દેતી ઠંડી અને ધૂમ્મસની અસર જોવા મળી રહી છે. દિલ્લી અને એનસીઆરમાં હાલમાં કોલ્ડવેવથી લોકો ઠુઠવાઈ ગયા છે. લઘુત્તમ તાપમાન 5 ડિગ્રીથી નીચે નોંધવામાં આવ્યુ છે. વળી, દિલ્લીના ઘણા વિસ્તારોમાં પારો 2 અને 3 ડિગ્રીની આસપાસ છે. દિલ્લીના આયાનગરમાં લઘુત્તમ તાપમાન 1.8 ડિગ્રી સેલ્સિયસ હતુ.

delhi

ગુરુવારે વહેલી સવારે લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થતાં દિલ્લીમાં અત્યાર સુધીની સૌથી ઠંડી રાત નોંધાઈ હતી. શનિવારે એટલે કે 7મી ડિસેમ્બરે પણ દિલ્લીમાં આટલી જ તીવ્ર ઠંડી છે. સફદરગંજ હવામાન કેન્દ્ર પર લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ હતુ, જે વર્ષના આ સમય માટે સામાન્ય તાપમાન કરતાં 4 ડિગ્રી ઓછુ હતુ. લોધી રોડ પર 3 ડિગ્રી સેલ્સિયસથી પણ ઓછુ લઘુત્તમ તાપમાન નોંધાયુ હતુ. રિજ વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 3.3 ડિગ્રી નોંધાયુ છે.

આઈજીઆઈ એરપોર્ટ, પાલમ અને સફદરગંજ ખાતે 50 મીટરની આસપાસ વિઝિબિલિટી સાથે સવારે 8 વાગે ગાઢ ધુમ્મસ છવાઈ ગયુ હતુ. ઓછી વિઝિબિલિટીના કારણે દિલ્લી એરપોર્ટે મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી છે. બીજી તરફ ધુમ્મસના કારણે ઉત્તર રેલવે ઝોનમાં 7 જાન્યુઆરીએ 32 ટ્રેનો મોડી ચાલી રહી છે.

English summary
Weather Update: Lowest temperature in Delhi, 32 trains delayed, advisory issued for airport.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X