For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Update: વરસાદ અને હિમવર્ષા પછી ઉત્તર-પશ્ચિમ ભારત ઠુઠવાયુ, આજે અહીં પડશે વરસાદ

છેલ્લા અમુક દિવસોથી ચાલી રહેલા વરસાદ અને હિમવર્ષા પછી ઉત્તર અને પશ્ચિમ ભારત ઠંડીથી વધુ ઠુઠવાઈ રહ્યુ છે. આવો જાણીએ હવામાન વિભાગની આગાહી.

|
Google Oneindia Gujarati News

Weather Update: સમગ્ર ઉત્તર અને પશ્ચિમ ભારતમાં થયેલા વરસાદ પછી ઠંડીનુ પ્રમાણ વધ્યુ છે. જમ્મુ કાશ્મીરમાં થયેલી હિમવર્ષાના લીધે તાપમાન ગગડ્યુ છે. દિલ્લી-એનસીઆર સહિત દેશના ઘણા રાજ્યોમાં ક્યાંક હિમવર્ષા થઈ રહી છે તો ક્યાંક વરસાદ અને કોલ્ડવેવ. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશના ઘણા ભાગોમાં આજે બુધવારે પણ વરસાદ અને હિમવર્ષા ચાલુ રહેશે.

હિમવર્ષાનો દોર ચાલુ

હિમવર્ષાનો દોર ચાલુ

તમને જણાવી દઈએ કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. જેના કારણે ઉત્તર ભારતમાં હવામાન બગડેલુ છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે આગલા એક-બે દિવસ સુધી ઘણા વિસ્તારોમાં આનો પ્રભાવ ચાલુ રહેશે. પહાડો પર હજુ બીજા થોડા દિવસ સુધી આવુ જ હવામાન રહેશે. લદ્દાખ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઉંચાઈવાળા વિસ્તારોમાં વરસાદ સાથે હિમવર્ષાનો દોર ચાલુ રહેવાની આગાહી છે. આ સાથે ઘણી જગ્યાએ કરા પણ પડી શકે છે.

જમ્મુ કાશ્મીરમાં જનજીવન ખોરવાયુ

જમ્મુ કાશ્મીરના ડોડામાં ભારે હિમવર્ષાના કારણે બરફના થર જામી ગયા છે. કાશ્મીરમાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. ઘાટીમાં મોટાભાગના હિસ્સામાં વીજળી ડૂલ છે. શ્રીનગર એરપોર્ટ પર વિમાનોની અવરજવર પણ બંધ છે. શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે, કાશ્મીરને દેશના બાકીના ભાગો સાથે જોડતો એકમાત્ર માર્ગ છે, જે ઘણી જગ્યાએ ભૂસ્ખલનના કારણે બંધ થઈ ગયો છે. રાજસ્થાનના રાજસમંદમાં કરાથી પાકને નુકસાન થયુ છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે અને કરા પણ ઘણા પડ્યા છે. જેના કારણે પાક નાશ પામ્યો છે, નુકશાની મોટી થઈ છે. ખેડૂતોએ સરકારને વિનંતી કરીને મદદ પણ માંગી છે.

દિલ્લી-એનસીઆરીમાં પારો ગગડશે

દિલ્લી-એનસીઆરીમાં પારો ગગડશે

હવામાન વિભાગે સોમવારે કહ્યુ કે દિલ્લી-એનસીઆરીમાં પારો બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટી શકે છે. નવી દિલ્લીમાં લઘુત્તમ તાપમાન 10.2 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ અને આજે પણ તાપમાન આની આસપાસ રહેવાની આશા છે. એએનઆઈ સાથે વાત કરતા ભારતીય હવામાન વિભાગના પ્રતિનિધિ નરેશે કહ્યુ, 'પહાડી વિસ્તારોમાં સતત હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં જોવા મળશે, જેના કારણે આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. શીત લહેરની કોઈ અસર જોવા નહીં મળે. દિલ્લી અને એનસીઆર સહિત આગામી દિવસોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, જેના કારણે ઠંડી વધી શકે છે.'

English summary
Weather Update: North India become colder after rain and snowfall, rain predicted in these places
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X