For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Update: દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં આજે પણ વરસાદની સંભાવના, અમુક જગ્યાએ અપાયુ એલર્ટ

|
Google Oneindia Gujarati News
rain

Weather Update: ભારતમાં ઘણા ભાગોમાં હાલમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. દિલ્લી-એનસીઆર સહિત દેશના ઘણા રાજ્યોમાં ગુરુવારે જોરદાર વરસાદ થયો. ભારતીય હવામાન વિભાગે ઉત્તર ભારતમાં ભારે વરસાદની સંભાવના પહેલેથી જ વ્યક્ત કરેલી છે. હિમાચલ પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે સમગ્ર ઉત્તરમાં 30 માર્ચથી 02 એપ્રિલ સુધી ભારે વરસાદની સંભાવના છે.

ભારતીય હવામાન વિભાગે આજે ​​પણ દિલ્લી-એનસીઆર, બંગાળ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ઘણી જગ્યાએ વરસાદ અને કરા પડવાની સંભાવના છે, યુપી અને હિમાચલના ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે. લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા માટે કહેવામાં આવ્યુ છે.

Small Box India poll: કર્ણાટકમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમત, જાણો ભાજપ અને જેડીએસને કેટલી મળશે સીટોSmall Box India poll: કર્ણાટકમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમત, જાણો ભાજપ અને જેડીએસને કેટલી મળશે સીટો

દિલ્લીમાં ગઈ કાલે સાંજે ભારે વરસાદ થયો છે. પ્રતિકૂળ હવામાનને કારણે, ગુરુવારે મોડી સાંજે વરસાદ અને વાવાઝોડાને કારણે દિલ્લી એરપોર્ટથી લગભગ 22 ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવી પડી હતી અને કેટલીક ફ્લાઇટ્સ આજે પણ ફરીથી શિડ્યૂલ કરવામાં આવી છે. આજે પણ અહીં વાતાવરણ ભેજવાળુ છે. મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. વરસાદને કારણે પાટનગરના વાતાવરણમાં સુધારો જોવા મળ્યો છે.

નોઈડામાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી, ગાઝિયાબાદમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને ગુરુગ્રામમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી રહેવાની શક્યતા છે. પૂર્વોત્તર રાજ્યોમાં આજે પણ આંધી અને કરા પડવાની સંભાવના છે, જ્યારે તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને આંધ્રપ્રદેશમાં આજે હળવો વરસાદ પડી શકે છે.

IPL 2023 CSK vs GT: શું ધોની રમશે આજની મેચ? કેપ્ટનની ફિટનેસ પર સીએસકેના CEOએ આપી મોટી અપડેટIPL 2023 CSK vs GT: શું ધોની રમશે આજની મેચ? કેપ્ટનની ફિટનેસ પર સીએસકેના CEOએ આપી મોટી અપડેટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ હવામાન આવુ જ રહેશે. 31 માર્ચે દિલ્લી-એનસીઆર સહિત ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. રાત્રે ઠંડી વધી શકે છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં હિમવર્ષા થઈ શકે છે. જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્લી-એનસીઆર અને ઉત્તર પ્રદેશમાં 31 માર્ચ અને 1 એપ્રિલે વરસાદ અને કરા પણ પડી શકે છે.

Petrol-Diesel Price: ક્રૂડ ઓઈલના ભાવમાં ફરીથી ઉછાળો, અહીં જાણો પેટ્રોલ-ડીઝલની કિંમતPetrol-Diesel Price: ક્રૂડ ઓઈલના ભાવમાં ફરીથી ઉછાળો, અહીં જાણો પેટ્રોલ-ડીઝલની કિંમત

English summary
Weather Update: Rain expected in many states including Delhi-NCR, Orange alert by IMD. Read details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X