For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Update: ભીષણ ગરમીને લઈને દેશભરમાં 3 મે સુધી યલો એલર્ટ, જાણો હવામાન એક્સપર્ટે શું કહ્યુ?

ભીષણ ગરમીને જોતા અમુક વિસ્તારોને છોડીને લગભગ સમગ્ર દેશ માટે 3 મે સુધી યલો એલર્ટની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ(આઈએમડી)એ ચેતવણી આપી છે કે ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગો અને પૂર્વ ભારતનાન અમુક ભાગોમાં ભીષણ ગરમીની સ્થિતિ જળવાઈ રહેવાની સંભાવના છે. આઈએમડીએ શુક્રવાર અને શનિવાર માટે સમગ્ર ઉત્તર પશ્ચિમ ભારત, મધ્ય ભારત અને ઝારખંડ માટે ઑરેન્જ એલર્ટની ચેતવણી જાહેર કરી છે. વળી, ભીષણ ગરમીને જોતા અમુક વિસ્તારોને છોડીને લગભગ સમગ્ર દેશ માટે 3 મે સુધી યલો એલર્ટની ચેતવણી જાહેર કરવામાં આવી છે. સ્થાનિક અધિકારીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓએ કુદરતી આફતો સામે તૈયાર રહેવા માટે ઑરેન્જ એલર્ટ અને યલો એલર્ટને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવા માટે કહ્યુ છે.

વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠને શું કહ્યુ?

વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠને શું કહ્યુ?

વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન(ડબ્લ્યુએમઓ)એ શુક્રવારે એક નિવેદનમાં કહ્યુ કે 28 એપ્રિલે વ્યાપક ક્ષેત્રોમાં મહત્તમ તાપમાન 43-46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયુ અને આ ભીષણ ગરમી 2 મે સુધી ચાલુ રહેશે. ડબ્લ્યુએમઓએ કહ્યુ કે અસામાન્ય ગરમીના કારણે ગિલગિટ-બાલ્ટિસ્તાન અને ખૈબર પખ્તુનવાના પહાડી ક્ષેત્રોમાં બરફ વધુ ઓગળશે અને નબળા ક્ષેત્રોમાં હિમનદ ઝીલ ફાટવાથી અચાનક પૂર આવી શકે છે.

'જળવાયુ પરિવર્તનને જવાબદાર ગણાવવુ ઉતાવળ ગણાશે'

'જળવાયુ પરિવર્તનને જવાબદાર ગણાવવુ ઉતાવળ ગણાશે'

વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન(ડબ્લ્યુએમઓ)એ કહ્યુ કે ભારત અને પાકિસ્તાનમાં અત્યાધિક ગરમી માટે માત્ર જળવાયુ પરિવર્તનને જવાબદાર ગણાવવુ ઉતાવળ ગણાશે પરંતુ આ બદલાતી જળવાયુમાં અપેક્ષિત અનુરુપ છે. ડબ્લ્યુએમઓએ કહ્યુ, ગરમીની લહેરો પહેલાની સરખામણીમાં વધુ સતત અને વધુ તીવ્ર શરુ થાય છે. ઈન્ટરગવર્મેન્ટલ પેનલ ઑન ક્લાઈમેટ ચેન્જે પોતાની છઠ્ઠી અસેસમેન્ટ રિપોર્ટમાં કહ્યુ છે કે આ સદીમાં દક્ષિણ એશિયામાં હીટવેવ અને હ્યુમિડ હીટ સ્ટ્રેસ વધુ તીવ્ર અને સતત હશે.

જાણો વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠને શું કહ્યુ?

જાણો વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠને શું કહ્યુ?

વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન(ડબ્લ્યુએમઓ)ના નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે ભારતમાં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે 2020ના એક રિપોર્ટમાં પહેલા જ નોટ કર્યુ છે કે 1951-2015 દરમિયાન ભારતમાં ગરમી ચરમ સીમાઓની આવૃત્તિમાં વૃદ્ધિ થઈ છે. ડબ્લ્યુએમઓએ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી(NDMA)ના આંકડાઓનો હવાલો આપ્યો જેમાં કહેવામાં આવ્યુ હતુ કે 1992થી 2020 વચ્ચે, હીટવેવના કારણે 25,692 મોત થયા. વળી, 2011થી 2015 વચ્ચે 6973 મોત થયા અને 2016થી 2021 વચ્ચે 1743 મોત થયા.

English summary
Weather Update: yellow warning by IMD till May 3 due to extreme heat wave, Know what experts says.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X