નૉર્થ ઈસ્ટમાં ભારે વરસાદની સંભાવના, ઘાટીમાં પણ બદલાશે હવામાન, ચઢશે દિલ્લીનો પારો
નવી દિલ્લીઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના ઘણા ભાગોમાં વરસાદ થઈ રહ્યો છે અને અમુક જગ્યાઓએ વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટમાં કહેવામાં આવ્યુ છે કે આજથી લઈને આગલા બે દિવસ સુધી અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ અને મણિપુરમાં ભારે વરસાદના અણસાર છે. વળી, ઘાટીના હવામાનમાં પણ ફેરફાર થઈ શકે છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષની સંભાવના છે જેનાથી તાપમાનમાં ઘટાડો આવવાની આશા છે.

ઉત્તર-પૂર્વમાં ભારે વરસાદની સંભાવના
વિભાગે કહ્યુ છે કે નૉર્થ-ઈસ્ટમાં વરસાદ ઉપરાંત 40-50 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાનુ પણ અનુમાન છે. આ ઉપરાંત છત્તીસગઢ, બિહાર, યુપી, એમપી અને છત્તીસગઢમાં પણ અમુક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે અને આ દરમિયાન અમુક જગ્યાઓએ કરાવૃષ્ટિ પણ થઈ શકે છે. હવામાન વિભાગે એ પણ કહ્યુ કે આગામી 5 દિવસોમાં ક્યાંય પણ ગરમ પવન ફૂંકાવાનુ અનુમાન નથી જ્યારે રાજસ્થાનના પણ અમુક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.

દિલ્લીનો પારો હવે ચડશે
જ્યાં સુધી રાજધાની દિલ્લીના હવામાનની વાત છે તો અહીં પારો સતત ચડી રહ્યો છે. હવામાન વિભાગે કહ્યુ છે કે દિલ્લીનો તાપ આજે એક વાર ફરીથી વધી શકે છે. જો કે શનિવારની સરખામણીમાં રવિવારે દિલ્લીનુ મહત્તમ તાપમાન એક ડિગ્રી ઓછુ હતુ. શનિવારે દિલ્લીનુ તાપમાન 32 ડિગ્રી અને રવિવારે 31 ડિગ્રી હતુ. પરંતુ આઈએમડીના જણાવ્યા મુજબ દિલ્લીનો પારો હવે ચડવાનો જ છે અને લોકોને ગરમીની સાથે પ્રદૂષણનો પણ માર સહન કરવો પડશે. રવિવારે રાજધાની દિલ્લીનો સમગ્ર વાયુ ગુણવત્તા સૂચકાંક 209 નોંધવામાં આવ્યો છે કે જે ખરાબ શ્રેણીમાં આવે છે. હવામાન વિભાગે કહ્યુ છે કે દિલ્લીની આસપાસના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે.

આજે અહીં થશે વરસાદ
આઈએમડીના જણાવ્યા મુજબ આજે અને કાલે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, યુપી, પશ્ચિમ બંગાળમાં પણ જોરદાર વાદળો વરસી શકે છે માટે અહીં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જ્યારે સિક્કિમ, અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં પણ જોરદાર વરસાદના અણસાર છે માટે હવામાન વિભાગે અહીં પણ લોકોને ચેતવણી આપી છે.

ગરમી વધવાનુ કારણ માત્ર ગ્લોબલ વૉર્મિંગ નથી
ઘણીવાર કહેવામાં આવે છે કે ગરમી વધવાનુ કારણ ગ્લોબલ વૉર્મિંગ છે પરંતુ બીબીસીના સમાચાર અનુસાર માત્ર આ એક જ કારણ નથી દેશમાં તાપમાન વધવાનુ. વાસ્તવમાં આની પાછળ શહેરીકરણનો પણ બહુ મોટો હાથ છે. ઈમારતોના નિર્માણ માટે વૃક્ષોની કાપણી એક બહુ મોટુ કારણ છે. અહીં સુધી કે જમીનનો બદલાતો ઉપયોગ પણ તાપમાન વૃધ્ધિનુ કારણ છે. વૃક્ષો કાપીને શહેર વસાવવાના ચક્કરમાં હરિયાળી ઘટી રહી છે જેના કારણે હવે ગરમી પહેલા કરતા વધુ પડવા લાગી છે.