For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગામી 48 કલાક દરમિયાન આ રાજ્યોમાં પડશે વરસાદ, આ છે આખુ લિસ્ટ

સ્કાઈમેટ અનુસાર જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 4 જુલાઈથી વરસાદ શરૂ થશે અને 7 જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેશે.

|
Google Oneindia Gujarati News

એક તરફ મુંબઈ જ્યાં વરસાદથી બેહાલ થઈ રહ્યા છે ત્યાં બીજી તરફ દેશના ઘણા રાજ્ય વરસાદ માટે તરસી રહ્યા છે અને અહીં લોકો ગરમીથી ત્રસ્ત છે. સ્કાઈમેટ અનુસાર જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 4 જુલાઈથી વરસાદ શરૂ થશે અને 7 જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેશે.

આ પણ વાંચોઃ ગઈ રાતે મુંબઈમાં વરસાદનો કહેર, 12ના મોત, ઘણા ઘાયલ, આજે સાર્વજનિક રજા જાહેરઆ પણ વાંચોઃ ગઈ રાતે મુંબઈમાં વરસાદનો કહેર, 12ના મોત, ઘણા ઘાયલ, આજે સાર્વજનિક રજા જાહેર

મધ્ય પ્રદેશ અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં સતત વરસાદ થઈ શકે છે

મધ્ય પ્રદેશ અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં સતત વરસાદ થઈ શકે છે

ભારતીય હવામાન વિભાગે કહ્યુ કે સાત જુલાઈ સુધી મુંબઈ, ઓડિશા, મધ્ય પ્રદેશ અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં સતત વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે કહ્યુ છે કે મોનસુન દ્વારકા, અમદાવાદ, ભોપાલ, જબલપુર, પેંડ્રા, સુલતાનપુર, લખીમપુર ખેરી, મુક્તેશ્વરની ઉપર થીને ઉત્તરની તરફ આગળ વધી રહ્યુ છે. આગામી 48 કલાકમાં આના વધુ સઘન થવાની આશા છે.

પંજાબ અને હરિયાણામાં આ દિવસે થઈ શકે છે વરસાદ

પંજાબ અને હરિયાણામાં આ દિવસે થઈ શકે છે વરસાદ

સ્કાઈમેટ અનુસાર 5 જુલાઈના રોજ પંજાબ અને હરિયાણામાં અમુક જગ્યાએ અને દિલ્લી અને ઉત્તરી રાજસ્થાનમાં એ-બે સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાના અણસાર છે. આ ભાગોમાં 7 જુલાઈ સુધી અહીં હવામાન યથાવત રહેશે.

ચેન્નઈમાં વધી રહ્યુ છે જળ સંકટ

ચેન્નઈમાં વધી રહ્યુ છે જળ સંકટ

સ્કાઈમેટ અનુસાર ચેન્નઈમાં લાંબા સમય સમયથી વરસાદ થયો નથી જેના કારણે અહીં જળ સંકટ મંડરાઈ રહ્યુ છે કારણકે જળાશયોમાં ક્ષમતાના મુકાબલે બહુ ઓછુ પાણી બચ્યુ છે. જુલાઈના પહેલા સપ્તાહમાં ચેન્નઈમાં સૂકુ હવામાન વધુ સમય રહેશે જેનાથી પરિસ્થતિ વધુ વિકટ થઈ શકે છે. આંકડાઓની વાત કરીએ તો દિલ્લીમાં સામાન્યતઃ 27 જૂન સુધી 47.2 ટકા વરસાદ થાય છે પરંતુ આ વર્ષે માત્ર 6.3 ટકા વરસાદ થયો છે જે સામાન્યથી 87 ટકા ઓછો છે.

અહીં પડી શકે છે વરસાદ

અહીં પડી શકે છે વરસાદ

આગામી અમુક કલાકોમાં મેઘાલય અને અસમમાં ભારે વરસાદના સંકેત છે. બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં 3 જુલાઈના રોજ એક-બે સ્થળો પર હળવો વરસાદ થઈ શકે છે જ્યારે ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં સારા વરસાદના અણસાર છે.

English summary
heavy rain expected over himachal pradesh uttarakhand next 48 hours
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X