For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Updates: પળેપળ બદલાઈ રહ્યો છે હવામાનનો મિજાજ, જાણો તમારા શહેરના હાલ

દિલ્લીમાં બે દિવસથી હળવો વરસાદ થવાના કારણે આંશિક રીતે લોકોને રાહત મળી પરંતુ રાજધાનીમાં આજે પણ હવામાન થોડુ નરમ જ રહેશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લીમાં બે દિવસથી હળવો વરસાદ થવાના કારણે આંશિક રીતે લોકોને રાહત મળી પરંતુ રાજધાનીમાં આજે પણ હવામાન થોડુ નરમ જ રહેશે. જો કે, કાલથી એક વાર ફરીથી હીટવેવનો દોર જોવા મળશે કારણકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આજથી જ ખતમ થવા જઈ રહી છે. આજે પણ દિલ્લીનો પારો ચાલીસને પાર જ રહેવાના અણસાર છે. વળી, દિલ્લીની આસપાસના વિસ્તારોમાં પણ આંધી-વરસાદ જોવા મળશે.

ક્યાંય-ક્યાંક વિજળી થવાની પણ સ્થિતિ

ક્યાંય-ક્યાંક વિજળી થવાની પણ સ્થિતિ

વળી, બિહાર, યુપી, એમપી અને છત્તીસગઢમાં પણ આજે હળવો વરસાદ થવાના અણસાર છે. વળી, ક્યાંક-ક્યાંક વિજળી ચમકવાની પણ સ્થિતિ બનતી દેખાઈ રહી છે. વળી, દક્ષિણ ભારત હાલમાં ભારે વરસાદની ચપેટમાં છે. કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં ભારે વરસાદનુ એલર્ટ જાહેર કરેલુ છે. કર્ણાટક અને કેરળમાં વરસાદ સાથે-સાથે ભારે પવનનુ પણ અનુમાન છે.

યોગ્ય દિશામાં આગળ વધી રહ્યુ છે ચોમાસુ

યોગ્ય દિશામાં આગળ વધી રહ્યુ છે ચોમાસુ

રાજસ્થાન, ગુજરાતમાં હીટ વેવ માટે એલર્ટ છે. જ્યારે ઉત્તરાખંડ અને હિમાચલમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યુ છે કે હાલમાં ચોમાસુ યોગ્ય દિશામાં આગળ વધી રહ્યુ છે. જે મુજબ તે 27 મે સુધીમાં કેરળ પહોંચી જશે તેથી દક્ષિણના રાજ્યોમાં પ્રી-મોન્સૂન ગતિવિધિઓને કારણે વરસાદ થઈ રહ્યો છે.

આવતા સપ્તાહે આ જગ્યાએ વરસાદનો દોર ચાલુ રહેશે

આવતા સપ્તાહે આ જગ્યાએ વરસાદનો દોર ચાલુ રહેશે

ખાનગી એજન્સી સ્કાયમેટે જણાવ્યુ છે કે આજથી આગામી 24 કલાકમાં પશ્ચિમ હિમાલય, ઓરિસ્સા, ગંગીય પશ્ચિમ બંગાળ, ગોવા, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ અને દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રમાં જ્યારે કર્ણાટક, કેરળ, અંદમાન-નિકોબાર ટાપુઓમાં હળવો વરસાદ પડી શકે છે. સિક્કિમ, પશ્ચિમ આસામ, છત્તીસગઢ, તેલંગાણા અને પૂર્વ બિહારમાં હળવો વરસાદ થવાની સંભાવના છે અને આગામી સપ્તાહ સુધી પણ આ સ્થળો પર વરસાદનો દોર ચાલુ રહેશે.

વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો

વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો

જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અંદમાન અને નિકોબાર ટાપુઓ, કેરળ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં મધ્યમથી ભારે વરસાદ થયો છે, જ્યારે આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, મણિપુર, સિક્કિમ, રાયલસીમામાં વાદળછાયુ વાતાવરણ છે જેના કારણે અહીં તાપમાનમાં ઘટાડો થયો છે.

English summary
Weather updates: Light Rain expected in Delhi but Thunderstorm Alert in Kerala-Karnataka says IMD.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X