For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Maharashtra Weather Update: ભારે વરસાદથી મુંબઈ બેહાલ, ઘણા વિસ્તારોમાં ભરાયુ પાણી, 11ના મોત, આજે પણ રેડ એલર્ટ જ

મુંબઈમાં બુધવારે ચોમાસાએ દસ્તક દીધી હતી ત્યારબાદથી મુંબઈમાં સતત વરસાદ થઈ રહ્યો છે. ચોમાસાના પહેલા વરસાદમાં જ મુંબઈની હાલત ઘણી ખરાબ થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મુંબઈમાં બુધવારે ચોમાસાએ દસ્તક દીધી હતી ત્યારબાદથી મુંબઈમાં સતત વરસાદ થઈ રહ્યો છે. ચોમાસાના પહેલા વરસાદમાં જ મુંબઈની હાલત ઘણી ખરાબ થઈ ગઈ છે. વરસાદના કારણે અહીંના મલાડ વેસ્ટમાં એક ઘર ગઈ રાતે ધસી પડ્યુ જેના કારણે 11 લોકોના મોત થઈ ગયા અને ઘણા લોકો ઘાયલ થઈ ગયા છે. શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે જેનાથી લોકોને અવર-જવરમાં ખાસ્સી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

મુંબઈમાં રેડ એલર્ટ

મુંબઈમાં રેડ એલર્ટ

હવામાન વિભાગે આજે પણ અહીં રેડ એલર્ટ જારી કરી છે અને લોકોને અપીલ કરી છે કે જરુર વિના ઘરમાંથી બહાર ના નીકળો. ભારે વરસાદના કારણે સમુદ્રમાં હાઈટાઈડની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. રેલવે ટ્રેક પણ પાણીમાં ડૂબી ગયા છે જેના કારણે રેલવેએ પણ એલર્ટ જારી કર્યુ છે. અનુમાન મુજબ આજે બપોરે 12 વાગીને 17 મિનિટે 4.26 મીટરના હાઈટાઈડની સંભાવના છે. રેલવેએ બધી મશીનરીને એલર્ટ પર રાખી છે અને સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે.

એરપોર્ટ પર ચાર લેંડિંગ રદ, ભારે તોફાનની સંભાવના

એરપોર્ટ પર ચાર લેંડિંગ રદ, ભારે તોફાનની સંભાવના

સાવચેતી રૂપે અમુક સ્ટેશનો વચ્ચે લોકલ ટ્રેન સેવાઓને પણ રદ કરી દેવામાં આવી છે. આ પહેલા ભારતીય હવામાન વિભાગે કોંકણ કિન્નરપટ્ટીના અમુક જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કર્યુ હતુ. વરસાદના કારણે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિમાન સેવાઓને પણ રોકવામાં આવી હતી. Santacruz observatoryના આંકડા મુજબ મુંબઈમાં બુધવારે સવારે 8.30 વાગ્યાથી સાંજે 5.30 વાગ્યા વચ્ચે 220.6 મિમી વરસાદ નોંધવામાં આવ્યો છે. ભારતીય હવામાન વિભાગ(IMD)એ બુધવારે કહ્યુ કે મુંબઈમાં 15 જૂન સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. આઈએમડીએ મુંબઈ, પાલગઢ, ઠાણે, રાયગઢમાં ભારે તોફાનની સંભાવના વ્યક્ત કરી છે. આઈએમડીએ મુંબઈના વૈજ્ઞાનિક શુભાંગી ભૂટેએ કહ્યુ કે મુંબઈ સહિત કોંકણમાં આગલા 4 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે સતત થઈ રહેલા વરસાદના કારણે મુંબઈના ઘણા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે.

13 રાજ્યોમાં યલો એલર્ટ જારી

13 રાજ્યોમાં યલો એલર્ટ જારી

આ પહેલા ભારતીય હવામાન વિભાગે 13 રાજ્યોમાં યલો એલર્ટ જારી કર્યુ હતુ. મહારાષ્ટ્ર ઉપરાંત આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને બિહારના ઘણા વિસ્તારોમાં પણ વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યુ છે કે ચોમાસુ આગલા સપ્તાહે મધ્ય પ્રદેશ તરફ જશે. વળી, બિહારમાં પણ પ્રી-મોનસુન વરસાદ થઈ રહ્યો છે. અહીં મોનસુન 12 જૂન પછી પહોંચશે. વળી, પૂર્વ ઉત્તરપ્રદેશના ઘણા જિલ્લાએમાં તેજ હવાઓ સાથે ભારે વરસાદનુ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. ઉત્તરાખંડ-હિમાચલમાં યલો એલર્ટ જારી છે.

English summary
Weather Updates: Red alert in Mumbai, Very heavy rain and high tide expected today says IMD.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X