ક્યાંક ભીંજાયા દેહ, ક્યાક અપાયા એવોર્ડ, આજના ખાસ ન્યૂઝ
આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.
આજે કોલકતા અને મુંબઇના પુણેમાં વરસાદ પડ્યો હતો, તો બીજી તરફ સ્પોટ ફિક્સિંગ મામલે બીસીસીઆઇ હેડક્વાર્ટર ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. વિદેશની વાત કરવામાં આવે તો ચીનમાં એક હોસ્પિટલના ટોઇલેટમાં નવજાત બાળક પડી ગયા બાદ તેને બચાવવામાં આવ્યું હતું. આવા જ કેટલાક સમાચારો અંગેની આછેરી માહિતી અહી તસવીરોમાં જણાવવામાં આવી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કે આજે દિવસભર દેશ અને વિદેશમાં કઇ-કઇ બાબતો ચર્ચામાં રહી હતી.

જાપાનમાં ભારતના પ્રધાનમંત્રી
જાપાનના ટોકિયોમાં જાપાનના એમ્પેરોર એખિહિતો સાથે મુલાકાત કરી રહેલા ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહ.

મુખ્યમંત્રીઓ સાથે બેઠક
કેન્દ્રીય સૂચના અને પ્રસારણમંત્રી કપિલ સિબ્બલે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક બેઠક યોજી હતી. આ બેઠક દેશમાં ઇલેક્ટ્રોનિક સિસ્ટમની ડિઝાઇન અને મેનુફેક્ચરિંગ સેક્ટરના ડેવલોપમેન્ટને લઇને યોજવામાં આવી હતી.

હળવી મુદ્રામાં બિલ ગેટ્સ
પ્લાનિંગ કમિશનના ડેપ્યુટી ચેરમેન મોન્ટેક સિંહ આહુવાલિયા સાથેની બેઠક દરમિયાન માઇક્રોસોફ્ટના કો ફાઉન્ડર બિલ ગેટ્સ હળવી મુદ્રામાં જોવા મળ્યા હતા.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા રવાના
મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2013માં ભાગ લેવા રવાના થયેલા ભારતીય ખેલાડીઓ મુરલી વિજય અને ઇશાંત શર્મા.

સોકર રમતા બાળકો
કોલકતામાં સોકર રમી રહેલા બાળકો.

પ્રિ મોનસૂન રેઇન
મુંબઇના થાણે ખાતે આજે પ્રિ મોનસૂન વરસાદ પડ્યો હતો.

માઉન્ટ એવરેસ્ટ સર કર્યાની 60મી સંવત્સરી
નેપાળના કાઠમાંડુમાં માઉન્ટ એવરેસ્ટ સર કર્યાની 60મી સંવત્સરી નિમિતે આયોજિત એક સમારોહ દરમિયાન એડમુન્ડ હિલેરી અને તેન્ઝિંગ નોર્ગેના સ્ટેચ્યુને કેમેરામાં કંડારી રહેલા મીડિયાકર્મીઓ.

ટોઇલેટની પાઇપમાંથી મળ્યું નવજાત શિશુ
પાડોશી દેશ ચીનમાં એક એવી ઘટના બની છે કે જેનાથી માનવતા શર્મસાર થઇ ગઇ છે. આ દર્દનાક વારદાત અંગે જાણ્યા બાદ તમને પણ ગુસ્સો આવશે. અહીં એક રેસ્ક્યુ ટીમે સીવર પાઇપમાં ફંસાયેલા એક નવજાત શિશુને ઘણી મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યો. હેરાન કરી મુકે તેવી વાત એ છે કે માતા-પિતાએ જ તેને કમોડમાં નાંખીને ફ્લશ કરી નાખ્યો હતો.

વકીલ સાથે હસ્ત ધૂનૂન
નેધરલેન્ડના હોજ ખાતે પોતાના વકીલ સાથે હસ્ત ધૂનૂન કરી રહેલા બોસનિયન ક્રોએટ જદ્રાન્કો પ્ર્લિક. તેમના પર 1992-95 દરમિયાન યુદ્ધમાં મસ્લિમ અને સેર્બ્સ વિરુદ્ધ ગુન્હો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

નક્સલી પ્રભાવિત નેતાના પરિજનો સાથે મુલાકાત
નક્સલીઓ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા હુમલાનો શિકાર બનેલા કોંગ્રેસી નેતા યોગેન્દર શર્માના પરિવારજનોને રાયપુર ખાતે ઓલ ઇન્ડિયા એન્ટી ટેરેરિઝમ ફ્રન્ટના ચેરમેન એમએસ બિટ્ટા મળ્યા હતા અને સાંત્વના પાઠવી હતી.

બીસીસીઆઇ હેડક્વાર્ટરે શ્રિનિવાસન
મુંબઇ સ્થિત બીસીસીઆઇ હેડક્વાર્ટર ખાતે આયોજિત એક બેઠકમાં હાજરી આપવા આવેલા બીસીસીઆઇ પ્રેસિડેન્ટ એન શ્રિનિવાસન.

નિશુલ્ક લેપટોપ
વારાણસીમાં એક સમારોહ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે વિદ્યાર્થીઓને નિશુલ્ક લેપટોપનું વિતરણ કર્યું હતું.

ક્લાઇમ્બ સમિટ
પર્વતારોહણોનું સમૂહ જુબિલેન્ટ પુણે એરપોર્ટ ખાતે પહોંચી ગયું હતું. તેઓ પુણેમાં એવરેસ્ટ અને લોત્સ માઉન્ટના ક્લાઇમ્બ સમિટમાં હાજરી આપવા માટે આવ્યા હતા.

બીસીસીઆઇ હેડક્વાટર ખાતે રઘુ લ્યેર
મુંબઇ ખાતે બીસીસીઆઇના હેડક્વાર્ટરમાં મળેલી એક બેઠકમાં હાજરી આપવા માટે આવેલા રાજસ્થાન રોયલ્સના સીઇઓ રઘુ લ્યેર.

શ્રીલંકાના પ્રેસિડેન્ટ સાથે ચાઇનિઝ પીએમ
બેઇજિંગમા ગ્રેટ હોલ ઓફ પીપલ ખાતે ચીના પ્રધાનમંત્રી લિ કેકિયાંગ સાથે હસ્તધૂનૂન કરી રહેલા શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્સા.

વરસાદે ભીંજવ્યા, છત્રી બની સહારો
કોલકતા ખાતે વરસાદ પડતા એક યુગલે વરસાદથી બચવા માટે છત્રીનો સહારો લીધો હતો.

ધર્મશાળામાં વર્કશોપ
ધર્મશાળા ખાતે તિબેટિયન પાર્લામેન્ટરી અને પોલિસી રીસર્ચ સેન્ટર દ્વારા લીડરશીપ ટ્રેઇનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

અગ્ની એવોર્ડ
નવી દિલ્હી ખાતે ડીઆરડીઓ એવોર્ડ 2012ના કાર્યક્રમ દરમિયાન રણજીત સિંહ અને તેમની ટીમને રક્ષામંત્રી એકે એન્ટોની દ્વારા અગ્ની એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
