ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં પાક.થી પણ પાછળ ભારત

Written By:
Subscribe to Oneindia News

ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ઉભરતી અર્થવ્યવસ્થાઓ વચ્ચે ભારત 62મા સ્થાને છે, ચીન 26મા અને પાકિસ્તાન 47મા સ્થાને છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દાવોસ યાત્રા પહેલાનો આ ઝાટકો છે, આ સૂચિમાં ભારત ચીન અને પાકિસ્તાન બંનેથી પાછળ છે. નોર્વે વિશ્વનું સૌથી વ્યાપક અને અગ્રણી અર્થતંત્ર બન્યું છે, જ્યારે લિથુઆનિયા ફરી એકવાર આ સૂચિમાં સૌથી મોખરે છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ(WEF) દ્વારા વાર્ષિક બેઠક શરૂ કરતા પહેલાં આ સૂચિ જાહેર કરવામાં આવી હતી.

WEF એ કહ્યું કે...

WEF એ કહ્યું કે...

વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સહિત દુનિયાના અનેક મોટા નેતાઓ ભાગ લેશે. જાહેર કરવામાં આવેલ ઇન્ડેક્સ, જીવિત માનકો, પર્યાવરણીય સ્થિરતા અને ભવિષ્યની પેઢીઓને આગળ વધારવાની ઋણગ્રસ્તતાથી સંરક્ષણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ છે. WEF દ્વારા નેતાઓને આગ્રહ કરવામાં આવ્યો છે કે,વ્યાપક વિકાસ અને વિકાસના નવા મોડલ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે, જે આર્થિક ઉપલબ્ધિના એક ઉપાય તરીકે જીડીપી પર નિર્ભરતા અલ્પકાળ અને અસમાનતાને પ્રોત્સાહન આપે છે.

ગત વર્ષે 60મા સ્થાને

ગત વર્ષે 60મા સ્થાને

ગત વર્ષે 79 વિકાસશીલ અર્થવ્યવસ્થાઓમાં ભારત 60મા સ્થાને હતું, ચીન 15મા અને પાકિસ્તાન 52મા સ્થાને હતું. 2018ની ઇન્ડેક્સમાં અલગ-અલગ ત્રણ પ્રમાણોને આધારે 103 અર્થવ્યવસ્થાઓની પ્રગતિનું માપ કાઢવામાં આવ્યું છે. જેમાં વૃદ્ધિ અને વિકાસ, વ્યાપકતા અને અંતર-પેઢીદર ઇક્વિટી - ને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. પહેલા ભાગમાં 29 ઉન્નત અર્થવ્યવસ્થાઓ અને બીજામાં 74 ઉભરતી અર્થવ્યસ્થાઓનો સમાશેવ કરવામાં આવ્યો છે. સમગ્ર વ્યાપકતા વિકાસ સ્કોરના 5 વર્ષના રુઝાન અનુસાર દેશોને પાંચ ઉપ-શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.

ભારત 10 ઉભરતી અર્થવ્યવસ્થાઓમાંથી એક

ભારત 10 ઉભરતી અર્થવ્યવસ્થાઓમાંથી એક

સમગ્ર સ્કોર ઓછો હોવા છતાં ભારત 10 ઉભરતી અર્થવ્યવસ્થાઓમાંનો એક છે. માત્ર ઉન્નત અર્થવ્યવસ્થાઓએ આગળ વધવાની પ્રવૃત્તિ દેખાડી છે, ઉન્નત અર્થવ્યવસ્થાઓમાં નોર્વે બાદ શીર્ષ પાંચમાં આયર્લેન્ડ, લક્ઝમબર્ગ, સ્વિટ્ઝર્લેન્ડ અને ડેનમાર્ક આવે છે. 9 ક્રમે ઑસ્ટ્રેલિયા એક માત્ર બિન યુરોપીય અર્થવ્યવસ્થા છે અને તે લઘુ યુરોપીય અર્થવ્યવસ્થાઓના ઇન્ડેક્સ પર ભારે પડી રહી છે. જી 7ની અર્થવ્યવસ્થાઓમાં 12 સ્થાને આવેલ જર્મની સૌથી ઊંચા સ્થાને છે, એ પછી કેનાડા(17), ફ્રાંસ(18), બ્રિટન(21), અમેરિકા(23), જાપાન(24) અને ઇટલી(27)નો નંબર આવે છે. ટોપ 5 સૌથી વ્યાપક ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં લિથુઆનિયા, હંગરી, અઝરબેજાન, લાટવિયા અને પોલેન્ડનો સમાવેશ થાય છે. બ્રિક્સ દેશો વચ્ચે પ્રદર્શન મિશ્રિત છે, જેમાં રશિયા(19), ચીન(26), બ્રાઝિલ(37), ભારત(62) અને દ.આફ્રિકા(69) સાથે છે.

ભારતથી આગળ આ દેશો

ભારતથી આગળ આ દેશો

ઇન્ડેક્સના બે પ્રમાણોમાં વિકાસ માટે ભારત 66મા અને અંતર-પીઢી ઇક્વિટી માટે 44મા સ્થાને છે. WEF દ્વારા કહેવામાં આવ્યું કે, ભારત ઉપર સ્થિત પાડોશી દેશોમાં શ્રીલંકા(40), બાંગ્લાદેશ(34) અને નેપાળ(22)નો સમાવે થાય છે. ભારતની સરખામણીએ માલી, યુગાંડા, રવાંડા, બુરુંડી, ઘાના, યૂક્રેન, સર્બિયા, ફિલીપાઇન્સ, ઇન્ડોનેશિયા, ઈરાન, મેસેડોનિયા, મેક્સિકો, થાઈલેન્ડ અને મલેશિયા સારા ક્રમાંકે છે.

English summary
WEF ranks India at 62nd place on Inclusive Development Index.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.