For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને લેફ્ટનું ગઠનબંધન

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને લેફ્ટનું ગઠનબંધન

|
Google Oneindia Gujarati News

West Bengal Assembly Elections 2021: પશ્ચિમ બંગાળમાં આગલા વર્ષે વિધાનસભા ચૂંટણી થનાર છે. ચૂંટણી પહેલાં કોંગ્રેસ તરફથી લેફ્ટ સાથે ગઠબંધનને લઈ જબરું એલાન કરવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળ કોંગ્રેસના મુખિયા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે આજે કોંગ્રેસના હાઈ કમાન્ડે સત્તાવાર રૂપે પશ્ચિમ બંગાળમાં લેફ્ટ દળો સાથે ગઠબંધનને સ્વિકૃતિ આપી દીધી છે. જણાવી દઈએ કે આગામી વર્ષે પશ્ચિમ બંગાળ ઉપરાંત તમિલનાડુ, કેરળ, આસામ અને પોંડીચેરીમાં ચૂંટણી થનાર છે. ચૂંટણી પહેલાં સેંટ્રલ કમિટી ઑફ કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયાએ ઑક્ટોબર મહિનામાં જ પશ્ચિમ બંગાળમાં સેક્યુલર દળ સાથે ગઠબંધનને મંજૂરી આપી દીધી છે. જેમાં કોંગ્રેસ પાર્ટી પણ સામેલ હતી.

adhir ranjan chaudhary

સીપીઆઈએમે પણ સેંટ્રલ કમિટીના ફેસલા સાથે જોવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે 2016ની ચૂંટણીમાં સેંટ્રલ કમિટીએ પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો ઈનકાર કરી દીધો હતો. પરંતુ બાદમાં ચૂંટણીમાં કોંગ્રેસે 44 સીટ પર જીત નોંધાવી હતી જ્યારે લેફ્ટ પાર્ટીઓએ 32 સીટો પર જીત નોંધાવી હતી, જે બાદ લેફ્ટ દળોએ કોંગ્રેસ સાથે ગઠબંધનનો ફેસલો લીધો. મહત્વની વાત એ છે કે આ વખતે ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ટીએમસી, લેફ્ટ દળ અને કોંગ્રેસ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી સૌતી મહત્વના વિપક્ષ તરીકે સામે આવ્યા છે. આ હિસાબે હવે બંગાળમાં ચૂંટણી ત્રિકોણીય થનાર છે.

અગાઉ અધીર રંજને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પર નિશાન સાધતાં કહ્યું હતું કે પ્રદેશમાં ભાજપની એન્ટ્રી ટીએમસીએ કરાવી હતી. બંગાળમાં ભાજપ માટે ટીએમસીએ જ દરવાજા ખોલ્યા હતા. 1999માં ભાજપ-ટીએમસીના ગઠબંધનનો ઉલ્લેખ કરતાં અધીર રંજન ચૌધરીએ કહ્યું કે કોંગ્રેસે તે સમયે મમતા બેનરજીને ભાજપપને લઈ ચેતવણી આપી હતી. અધીર રંજને કહ્યું કે બંગાળમાં ભાજપની એન્ટ્રી કરાવવા માટે મમતા બેનરજીએ પ્રદેશના લોકો પાસે માફી માંગવી જોઈએ.

લાપરવાહી!! યુકેથી આવેલા 5 કોરોના સંક્રમિત લાપતા, આંધ્ર પ્રદેશથી પકડાઈ એક મહિલાલાપરવાહી!! યુકેથી આવેલા 5 કોરોના સંક્રમિત લાપતા, આંધ્ર પ્રદેશથી પકડાઈ એક મહિલા

English summary
West Bengal Assembly Election 2021: congress alliance with left in west bengal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X