
બંગાળ ચૂંટણીઃ ઉત્તર કોલકત્તાના મહાજાતિ સદન ઑડિટોરિયમ પાસે ફેંકવામાં આવ્યો બૉમ્બ, તપાસમાં લાગી પોલિસ
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં આજે વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે મતદાન ચાલુ છે. આ દરમિયાન ઉત્તર કોલકત્તાના મહાજાતિ સદન ઑડિટોરિયમમાં બૉમ્બ ફેંકવાના સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પંચે આ ઘટનાનુ વિવારણ માંગ્યુ છે. આ ઘટનામાં હાલમાં કોઈ જાનહાનીના સમાચાર નથી. પોલિસ મામલાની તપાસમાં લાગી છે. કોરોના મહામારી વચ્ચે પશ્ચિમ બંગાળમાં આઠમાં તબક્કા હેઠળ વિધાનસભાની 35 સીટો માટે મતદાન ચાલુ છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયુ છે.
સવારથી જ મતદાન કેન્દ્રો પર લાંબી લાઈનો જોવા મળી. કોરોના વાયરસના વધતા કેસોને જોતા ચૂંટણી પંચે કહ્યુ કે મતદાન દરમિયાન કોરોના અંગેની બધી સાવચેતીઓ રાખવામાં આવી છે. બુધવારે રાજ્યમાં કોરોનાના એક દિવસમાં અત્યાર સુધીના સર્વાધિક કેસ(17,207) નોંધવામાં આવ્યા જ્યારે આ દરમિયાન 77 લોકોના મોત થઈ ગયા. લગભગ 84.77 લાખ મતદારો અંતિમ તબક્કામાં 283 ઉમેદવારોના નસીબનો નિર્ણય કરશે.
ઑક્સિજનની અપીલ પર FIRને લઈને યુપી સરકાર સામે PIL
સુરક્ષિત માહોલમાં ચૂંટણી માટે મતદાન કેન્દ્રો પર 641 કેન્દ્રીય બળોની કંપનીઓને તૈનાત કરવામાં આવી છે. મુર્શિદાબાદ અને બીરભૂમના 11 વિધાનસભા વિસ્તારોમાં 11,860 મતદાન કેન્દ્રો પર વોટિંગ ચાલી રહ્યુ છે. રાજ્યમાં ભાજપ અને ટીએમસી વચ્ચે કાંટાની ટક્કર જણાવાઈ રહી છે. ચૂંટણી પંડિતો પણ આ વખતે ભવિષ્યવાણી કરવાનુ ટાળી રહ્યા છે. પાંચ રાજ્યોમાં થયેલ વિધાનસભા ચૂંટણીના પરિણામો 2 મેના રોજ જાહેર કરવામાં આવશે.