ફરી છવાયો મમતાનો જાદુ, BJPની થઇ ટાંઇ-ટાંઇ ફીશ

Posted By:
Subscribe to Oneindia News

પશ્ચિમ બંગાળની સાત નગર પાલિકાની ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસે 4 સ્થળોએ મોટી જીત નોંધાવી છે. આ ચૂંટણી પરિણામોથી કોંગ્રેસ અને વામદળોને મોટો ઝાટકો લાગ્યો છે, ભારતીય જનતા પાર્ટીને પણ આ ચૂંટણીમાં કોઇ ફાયદો નથી થયો. સાત નગર પાલિકાની આ ચૂંટણી માટે 14 મેના રોજ મતદાન થયું હતું, જેના પરિણામોની ઘોષણા આજે એટલે કે 17 મેના રોજ થઇ છે.

148માંથી 68 બેઠકો ટીએમસી, 69 જીજેએમ

148માંથી 68 બેઠકો ટીએમસી, 69 જીજેએમ

તૃણમુલ કોંગ્રેસે પુજાલી, મિરિક, રાયગંજ અને દોકમલ નગર પાલિકામાં જીત નોંધાવી છે. ગોરખા જનમુક્તિ મોર્ચાએ દાર્જલિંગ, કાલિમપોંગ અને કુરસોંગમાં જીત નોંધાવી છે. સાત નગર પાલિકાની કુલ 148 બેઠકોમાંથી ગોરખા જનમુક્તિ મોર્ચાએ 69, તૃણમુલ કોંગ્રેસે 68, કોંગ્રેસ અને વામદળોએ 4, ભાજપે 3 અને જન આંદોલન પાર્ટી(જીએપી)એ 2 બેઠકો જીતી છે. એક બેઠક સ્વતંત્ર ઉમેદવારના ખાતામાં ગઇ છે.

મમતા બેનર્જીની જીત

મમતા બેનર્જીની જીત

સાત નગર પાલિકાની વાત કરીએ તો તૃણમુલ કોંગ્રેસે 4 નગર પાલિકા પોતાને નામ કરી છે. એમાંથી મુર્શિદાબાદ જિલ્લાની દોમકલ નગર પાલિકામાં 21માંથી 20 બેઠકો પર મમતા બેનર્જીએ જીત નોંધાવી છે, 1 બેઠક કોંગ્રેસ-લેફ્ટના ખાતામાં ગઇ છે. રાયગંજની 27 બેઠકોમાંથી 24 પર ટીએમસીને જીત મળી છે, સીપીઆઇએમ-કોંગ્રેસના ખાતામાં 2 અને ભાજપના ખાતામાં એક બેઠક ગઇ છે. પુજાલીમાં 16 વોર્ડના પરિણામોમાં તૃણમુલ કોંગ્રેસને 12, ભાજપને 2 અને કોંગ્રેસ-લેફ્ટને 1 વોર્ડ પર જીત મળી છે. મિરિકની 9 બેઠકોમાંથી તૃણમુલ કોંગ્રેસે 6 પર જીત મેળવી છે.

ગોરખા જનમુક્તિ મોરચાનું દમદાર પ્રદર્શન

ગોરખા જનમુક્તિ મોરચાનું દમદાર પ્રદર્શન

  • સાતમાંથી ત્રણ બેઠકો પર ગોરખા જનમુક્તિ મોર્ચા(જીજેએમ)ને જીત મળી છે. દાર્જલિંગ નગર પાલિકાની 32 બેઠકોમાંથી ગોરખા જનમુક્તિ મોર્ચા(જીજેએમ)એ 31 અને ટીએમસી એ 1 બેઠક પર વિજય મેળવ્યો છે.
  • કાલિમપોંગની 23 બેઠકોમાંથી જીજેએમ એ 18, તૃણમુલ કોંગ્રેસે 2 અને જેએપી એ 2 બેઠકો જીતી છે. એક બેઠક સ્વતંત્ર ઉમેદવારના હાથમાં ગઇ છે. કુરસોંગમાં જીજેએમ એ 20માંથી 17 બેઠકો પર જીત મેળવી છે, 3 બેઠકો તૃણમુલ કોંગ્રેસના ખાતામાં ગઇ છે.
કુલ 68 ટકા મતદાન

કુલ 68 ટકા મતદાન

ઉલ્લેખનીય છે કે, 14 મેના રોજ થયેલ મતદાનમાં કુલ 68 ટકા મતદાન થયું હતું. સાતેય પાલિકાઓમાંથી પુજાલીમાં સૌથી વધુ 79.6 ટકા અને દાર્જલિંગમાં સૌથી ઓછું 52 ટકા મતદાન થયું હતું.

English summary
West Bengal civic poll results 2017 Trinamool Congress wins 4 municipalities, GJM
Please Wait while comments are loading...