For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પશ્ચિમ બંગાળઃ પહેલા તબક્કાની ચૂંટણી પહેલાં પુરુલિયામાં હિંસા, ચૂંટણી પંચના વાહનોને આગના હવાલે કર્યાં

પશ્ચિમ બંગાળઃ પહેલા તબક્કાની ચૂંટણી પહેલાં પુરુલિયામાં હિંસા, ચૂંટણી પંચના વાહનોને આગના હવાલે કર્યાં

|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળમાં આજે પહેલા તબક્કામાં 30 વિધાનસભા સીટ પર મતદાન થઈ રહ્યું છે. બંગાળમાં પહેલા તબક્કાની ચૂંટણી પહેલાં 26 માર્ચે મોડી રાતે પુરુલિયા જિલ્લામાં હિંસા જોવા મળી છે. પુરુલિયાના બંડોયાનમાં ગુરુ પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર અને સાગા સુપુરુદી ગામ વચ્ચે ચૂંટણી પંચે વાહનોને આગ લગાવી દીધી. જણાવવામાં આવી રહ્યું છે કે વાહન ચૂંટણી અધિકારીઓને મતદાન કેન્દ્ર પર મૂકવા ગયાં હતાં. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ કાલે રાતે પુરુલિયામાં મતદાનકર્મીઓને ભોજન આપીને પરત ફરતી વખતે રહસ્યમય રીતે વાહનોમાં આગ લગાવી દેવામાં આવી. પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. પૂછપરછ માટે ડ્રાઈવરને લઈ જવામાં આવ્યો છે.

west bengal

જે ગાડીને આગના હવાલે કરવામાં આવી તે ટાટા મેજિક કાર હતી. ટીવી રિપોર્ટ મુજબ જે વિસ્તારમાં આગ લગાવવામાં આવી તે નક્સલ પ્રભાવિત જંગલમહલ ક્ષેત્રના તુલસિડી ગામનો ભાગ છે.

પ્રત્યક્ષદર્શીઓ મુજબ જેવી જ ગાડી જંગલમાંથી પસાર થઈ રહી હતી અચાનક કેટલાક લોકો આવ્યા અને વાહનોને રોક્યાં અને કથિત રૂપે તેમાં પેટ્રોલિયમ પદાર્થ છાંટી આગ લગાવી દીધી. જો કે ઘટનામાં કોઈપણ ઘાયલ થયા હોવાના અહેવાલ નથી. સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને આગ લાગી હોવાની સૂચના આપી. જો કે તમામ વાહનો બળીને ખાખ થઈ ગયાં. પુરુલિયા જિલ્લાની 9 વિધાનસભા સીટ પર આજે પહેલા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે.

પુણેના ફેશન સ્ટ્રીટ માર્કેટમાં લાગી ભીષણ આગ, 400થી વધુ દુકાનો સળગીને ખાખપુણેના ફેશન સ્ટ્રીટ માર્કેટમાં લાગી ભીષણ આગ, 400થી વધુ દુકાનો સળગીને ખાખ

English summary
West Bengal: Violence in Purulia, vehicles of Election Commission set on fire
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X